મુંબઈ જતા એક વિમાનમાં આવી ટેકનિકલ ખામી! પાયલોટે બચાવ્યો 48 લોકોનો જીવ...
આમચી મુંબઈ

મુંબઈ જતા એક વિમાનમાં આવી ટેકનિકલ ખામી! પાયલોટે બચાવ્યો 48 લોકોનો જીવ…

બેલગામઃ વિમાનમાં ખામી સર્જાતી હોવાની ઘટના 2025માં વધી રહી છે. ખાસ કરીને અમદાવાદ પ્લેન ક્રેશ બાદ આવી ઘટનાઓ વધારે પ્રકાશમાં આવી રહી છે. અત્યારે કર્ણાટકના બેલગામથી મુંબઈ જઈ રહેલી એક ફ્લાઈટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

એન્જિનમાં ટેકનિકલ ખામીના કારણે વિમાનનું તાત્કાલિક લેન્ડિંગ કરવું પડ્યું હતું. પાયલોટે વિમાનને એરપોર્ટ પર પાછું લેન્ડ કરાવ્યું જેના કારણે 48 લોકોનો જીવ બચી ગયો હતો. કોઈ જાનહાનિ ના થતા લોકોએ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

એક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ
ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો,બેલગામથી એક વિમાન મુંબઈ જવા માટે નીકળે છે. પરંતુ ઉડાન ભર્યા બાદ વિમાનના એક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની પાટલોટને જાણ થઈ હતી.

જો કે, પાયલોટે પોતાની કાર્યદક્ષતાથી વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવી લીધું હતું અને મુસાફરોનો જીવ બચાવી લીધો હતો. આ વિમાન સવારે 7 વાગીને 50 મિનિટે ટેક ઓફ થયો હતું.જે 8 વાગીને 50 મિનિટે મુંબઈ પહોંચવાનું હતું.

વિમાન સવારે 7 વાગીને 50 મિનિટે ઉડાન ભરી હતી
વિમાનમાં ખામી આવી હોવાથી મુસાફરો માટે બપોરે 2.30 વાગ્યે બીજા વિમાનની વ્યવસ્થા કરી આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.અત્યારે જે વિમાનમાં ખામી સર્જાઈ તેની તપાસ કરવામાં આવી રહી છે કે, આખરે શા કારણે એન્જિનમાં ખામી સર્જાઈ હતી.

વિમાન ઓછા સમયમાં આવણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે પરંતુ અત્યારે વિમાનમાં બેસતા લોકો ડરી રહ્યાં છે. જેના કારણથી સૌ કોઈ વાકેફ જ છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ લોકોમાં ડરનો માહોલ વધી રહ્યો છે.

આ પણ વાંચો…કેશોદ એરપોર્ટ પર મોટા વિમાનો ઉતરી શકશેઃ રનવે 2500 મીટર સુધી લંબાવવામાં આવશે…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button