શિક્ષિકાએ તમામ હદો વટાવી! ખરાબ અક્ષર માટે 8 વર્ષના બાળકનો હાથ દઝાડ્યો

મુંબઈઃ મુંબઈના મલાડ વિસ્તારમાં એક ખાગની ટ્યુશન ચલાવતી શિક્ષિકાએ 8 વર્ષના બાળકને ક્રુરતા પૂર્વ સજા આપી હોવાનો કેસ બન્યો છે. 8 વર્ષના બાળકના અક્ષર સારા ના આવવાના કારણે આ શિક્ષિકાએ તેના હાથ દઝાડ્યાં હોવાના આરોપ લાગ્યો છે, જેથી પોલીસે રાજશ્રી રાઠોડ નામની શિક્ષિકાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
શિક્ષિકાએ સળગતી મીણબત્તીથી બાળકનો હાથ દઝાડ્યો
આ શિક્ષિકાએ બાળકનો હાથ સળગતી મીણબત્તીથી દઝાડ્યો હતો, જેના કારણે તેનો હાથ ગંભીર રીતે દાઝી ગયો હતો. આ બાળક માત્ર 8 વર્ષનું છે અને ત્રીજા ધોરણમાં ભણે છે. તે બાળક મલાડમાં આવેલા જેપી ડેક્સ બિલ્ડિંગમાં એક શિક્ષિકાના ઘરે ટ્યુશન માટે જતો હતો. સવારે બાળકને તેની બહેન મુકવા માટે આવી હતી. પછી સાંજે શિક્ષિકાએ ઘરે ફોન કરીને બાળકને જઈ જવા માટે કહ્યું હતું. આ દરમિયાન તેના ભાઈને હાથ દાઝેલો હતો. જેથી બાળકે આ સમગ્ર મામલે ઘરે આવીને રોત આખી હકીકત જણાવી હતી.
પોલીસે શારીરિક અને માનસિક ક્રૂરતાનો ગુનો નોંધ્યો
ઘરે આવીને બાળકે પરિવારને જણાવ્યું કે, શિક્ષિકાએ તેના ખરાબ લખાણ માટે સળગતી મીણબત્તી પર તેનો હાથ રાખી લીધો હતો. આ સમગ્ર ઘટનાની હકીકત જાણવા મળતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ સાથે બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પોલીસે શિક્ષિકા સામે ભારતીય દંડ સહિતાની કલમો હેઠળ શારીરિક અને માનસિક ક્રૂરતાનો ગુનો નોંધ્યો છે. એટલું જ નહીં પરંતુ આરોપી શિક્ષિકાની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
આપણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં 17 વર્ષે ચુકાદો; પ્રજ્ઞા સિંહ ઠાકુર સહીત તમામ 7 આરોપી નિર્દોષ જાહેર