178 કરોડના કરવેરા બાકીઃ પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ડર્સ સામે પાલિકાની કાર્યવાહી શરૂ

મુંબઈઃ પાલિકાએ મોટા પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરો સામે કડક હાથે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. મિલકતને ટાંચ મારીને તેની લિલામી કરવામાં આવશે, કાર્યવાહી અંતર્ગત પાલિકાના ટેક્સ એસેસનેન્ટ અને કલેક્શન વિભાગે ચાંદિવલીમાં ડીબીએસ રિયાલ્ટી કંપનીની કુલ 18 મિલકતો જપ્ત કરી છે. પાલિકાએ કંપની પાસેથી 178.64 કરોડ ટેક્સરૂપે લેવાના બાકી છે. જો કંપની નિર્ધારિત 21 દિવસમાં ટેક્સ નહીં ચૂકવે તો મિલકતને હરાજી કરવામાં આવશે.
આપણ વાંચો: પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરો પાસેથી 3,095 પ્રોપર્ટી જપ્ત કરાઈ
પાલિકા વહીવટીતંત્ર દ્વારા સતત અપીલ અને ફોલોઅપ કરવામાં આવ્યું હોવા છતાં મિલકત વેરો ભરવામાં નિષ્ફળ ગયેલા મિલકત માલિકો સામે કડક હાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ મિલકતોમાં જમીનના પ્લોટ અને રેસિડેન્શિયલ-કોમર્શિયલ બિલ્ડિંગ, કમર્શિયલ ક્લસ્ટરો અને ઔદ્યોગિક ક્લસ્ટરોનો સમાવેશ થાય છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર સમયાંતરે તમામ સંબંધિતોને આપેલ સમયમર્યાદામાં કર ચૂકવવા અને દંડ અને કાનૂની કાર્યવાહીથી બચવા અપીલ કરે છે. જોકે, વહીવટીતંત્રે કર ચૂકવવામાં ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.