ટાટા મોટર્સ 38 હજાર કરોડમાં ખરીદશે ઈટાલીની ટ્રક કંપની, કોરસ પછી બીજું મોટું ટેકઓવર | મુંબઈ સમાચાર

ટાટા મોટર્સ 38 હજાર કરોડમાં ખરીદશે ઈટાલીની ટ્રક કંપની, કોરસ પછી બીજું મોટું ટેકઓવર

મુંબઈ: ભારતની અગ્રણી ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર ટાટા મોટર્સ એક મોટા સોદાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. ટાટા મોટર્સ ઇટાલિયન કોમર્શિયલ વેહિકલ કંપની ઇવેકોને રૂ.38,240 (3.8 બિલિયન યુરો)માં હસ્તગત (TATA motors to acquire IVECO) કરશે, જે કે આ સોદામાં ઇવેકો ગ્રુપના ડિફેન્સ બિઝનેસનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

અહેવાલ મુજબ ટાટા ગ્રુપના ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સોદો છે, જ્યારે ટાટા મોટર્સનો સૌથી મોટો સોદો છે. વર્ષ 2007 માં ટાટા ગ્રુપે સ્ટીલ ઉત્પાદક કોરસ(Corus steel)ને 9.23 બિલિયન યુરોમાં હસ્તગત કર્યું હતું, ત્યાર બાદ આ ઇવેકો સાથેનો સોદો ટાટા ગ્રુપનો બીજો સૌથી મોટો સોદો બનશે.

આપણ વાંચો: બે સત્રની તેજીને બ્રેક: ટાટા મોટર્સ અને રિલાયન્સના પ્રોફિટ બુકિંગ વચ્ચે નિફ્ટીએ ફરી ૨૫,૦૦૦ની સપાટી ગુમાવી

વર્ષ 2024માં ટાટા મોટર્સે દક્ષીણ કોરિયાની ડેવુ કોમર્શિયલ વ્હીકલ કંપની(Daewoo Commercial Vehicle Company) ને હસ્તગત કરી હતી. હવે ટાટા જુથે ઇટાલિયન કોમર્શિયલ વ્હીકલ મેન્યુફેક્ચરર ઇવેકો ગ્રુપને ખરીદવા જઈ રહ્યું છે. ટાટા મોટર્સને કોમર્શિયલ વાહન ક્ષેત્રે વૈશ્વિક પ્રભુત્વ જમાવવાનો ઈરાદો ધરાવે છે.

ઇવેકો બ્રાન્ડના મુખ્ય શેરધારક એગ્નેલી ફેમિલીને ટૉટા મોટર્સ ડિવિડન્ડ સાથે પ્રતિ શેર 14.1 યુરો ઓફર કરશે, જેને ઇવેકોના ડિફેન્સ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવા માટે અપેક્ષિત ડિવિડન્ડ સિવાય 5.5-6 યુરો પ્રતિ શેર માટે એડજસ્ટ કરવામાં આવશે. વોલન્ટરી ટેન્ડર ઓફર દ્વારા 27,12,15,400 કોમન શેર ખરીદીને સોદો કરવામાં આવશે.

આપણ વાંચો: ટાટા મોટર્સમાં રોકાણકારોના બે લાખ કરોડ ધોવાયા

ટાટા અને ઇવેકોનો બિઝનેસ:

ઇવેકો અને ટાટા મોટર્સ બંને મળીને કમર્શિયલ વ્હીકલ બિઝનેસ લગભગ 22 અબજ યુરો (₹2,20,000 કરોડથી વધુ) છે, જે જે યુરોપ (50%), ભારત (35%) અને અમેરિકા (15%) માં ફેલાયેલો છે. ટાટા મોટર્સના વરિષ્ઠ પદાધિકારીના જણાવ્યા મુજબ ભવિષ્યની જરૂરિયાતો મુજબ કમર્શિયલ વાહનો તૈયાર કરવા ટાટા જૂથના નિર્ધાર તરફ આ એક મોટું પગલું છે

ઇવેકો વિષે:

ઇવેકો (IVECO)એ ઇન્ડસ્ટ્રિયલ વ્હીકલ્સ કોર્પોરેશનનું ટૂંકાક્ષરી નામ છે. કંપનીનું હેડ ક્વાટર ઇટાલીના તુરિનમાં આવેલું છે. વર્ષ 1975માં ઇટાલિયન, ફ્રેન્ચ અને જર્મન બ્રાન્ડ્સનું વિલીનીકરણ બાદ નવા જૂથને IVECO નામ આપવામાં આવ્યું હતું

IVECO ગ્રુપના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ યુરોપ, ચીન, રશિયા, ઓસ્ટ્રેલિયા અને લેટિન અમેરિકાના દેશો આવેલા છે. ગ્રુપના 160 થી વધુ દેશોમાં લગભગ 5,000 સેલ્સ એન્ડ સર્વિસ આઉટલેટ્સ છે. કંપની દર વર્ષે 1.5લાખ વાહનો બનાવે છે.

આ ગ્રુપ ટ્રક, કોમર્શિયલ અને ડિફેન્સ વાહનો, બસો અને પાવરટ્રેન ડિઝાઇન, ઉત્પાદન અને વેચાણ કરે છે. ટાટા ગ્રુપ સાથેના સોદામાં નોન-ડિફેન્સ વાહનો ટ્રક, બસ, પાવરટ્રેનના બિઝનેસને જ હસ્તગત કરવામાં આવશે.

ટાટા મોટર્સ નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ક્વાટર માટે તેના ફાઈનાન્સિયલ રીઝલ્ટ 8 ઓગસ્ટ, 2025 ના રોજ જાહેર કરશે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button