બે સત્રની તેજીને બ્રેક: ટાટા મોટર્સ અને રિલાયન્સના પ્રોફિટ બુકિંગ વચ્ચે નિફ્ટીએ ફરી ૨૫,૦૦૦ની સપાટી ગુમાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેત સાથે સ્થાનિક સ્તરે ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને લાર્સન એન્ડ ટૂબ્રો જેવી ઇન્ડેક્સ હેવીવેઇટ સ્ક્રીપ્સમાં પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધી જતાં સ્થાનિક શેરબજારમાં બે સત્રની તેજીને બ્રેક લાગી હતી, સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ જેવો ગબડ્યો હતો જ્યારે નિફ્ટીએ ફરી ૨૫,૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી.
અફડાતફડીમાંથી પસાર થયેલો ત્રીસ શેરો ધરાવતો બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ સત્રને અંતે ૩૯૮.૧૩ પોઈન્ટ અથવા ૦.૪૯ ટકા ઘટીને ૮૧,૫૨૩.૧૬ પોઇન્ટ પર સેટલ થયો હતો. બેન્ચમાર્ક ઊંચી સપાટીએ ખૂલ્યો હતો અને મધ્યસત્રમાં ૮૨,૧૩૪.૯૫ પોઇન્ટની સપાટીને અથડાયો હતો, પરંતુ સત્રના પાછલા ભાગમાં વેચવાલીનું દબાણ વધતા તે ૪૯૮.૧૫ પોઈન્ટ અથવા ૦.૬૦ ટકા ઘટીને ૮૧,૪૨૩.૧૪ પર પહોંચ્યો હતો. એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ ૧૨૨.૬૫ પોઈન્ટ અથવા ૦.૪૯ ટકા ઘટીને ૨૪,૯૧૮.૪૫ પર આવી ગયો.
ટાટા મોટર્સ, એનટીપીસી, અદાણી પોર્ટ, લાર્સન એન્ડ ટૂબ્રો, સ્ટેટ બેન્ક, જેએસડબલ્યુ સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેન્ક અને ટાઇટન ટોપ લુઝર શેરોમાં સામેલ હતા જ્યારે એશિયન પેઇન્ટ, બજાજ ફાઇનાન્સ, હિંદુસ્તાન યુનિલીવર અને બજાજ ફિનસર્વ ટોપ ગેઇનરમાં સામેલ હતા.
ટાટા મોટર્સે ઇવીના ભાવમાં ઘટાડો કર્યો હોવાથી તેના શેરમાં છ ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો. ક્રોસનું ભરણું ત્રીજા દિવસે બપોર સુધીમાં ચાર ગણો ભરાયો હતો. નોર્ધન આર્ક કેપિટલનો રૂ. ૭૭૭ કરોડનો આઇપીઓ ૧૬ સપ્ટેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને ૧૯ સપ્ટેમ્બરે બંધ થશે. પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ.૨૪૯થી રૂ.૨૬૩ નક્કી થઇ છે. શેરની ફાળવણી ૨૦ સપ્ટેમ્બરે ફાઈનલ થવાની અપેક્ષા છે. કામચલાઉ લિસ્ટિંગની તારીખ ૨૪ સપ્ટેમ્બર છે. રીગ્રીન એક્સેલ ઇપીસી ઇન્ડિયા લિમિટેડે સેબી પાસે ડીઆરએચપીના દસ્તાવેજો જમા કરાવ્યા છે. ગ્લોબલ વેન્ચર કેપિટલ ફર્મ એક્સેલે તેના પ્રી-સીડ સ્કેલિંગ પ્રોગ્રામની ચોથી એડિશન, એકસેલ એટમ્સ ૪.૦ની જાહેરાત કરી છે અને તેના મારફત તે પ્રી-સીડ્સ સ્ટાર્ટ અપ એઆઇ અને ભારતમાં ૧૦ લાખ ડોલરનું રોકાણ કરશે. આર્કેડ ડેવલપર્સ લિમિટેડ રૂ. ૪૧૦ કરોડના જાહેર ભરણાં સાથે ૧૬મી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. વેન્ટિવ હોસ્પિટાલિટીએ ડીઆરએચપી ફાઇલ કર્યું છે.
વોડા આઇડિયાના શેરમાં એક મહિનામાં ૧૬ ટકાનો કડાકો નોંધાયો છે. વેસ્ટર્ન કેરિઅર્સ રૂ. ૫૦૦ કરોડના જાહેર ભરણાં સાથે ૧૩મી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. એન્જિનિયરિંગ અને ક્ધસ્ટ્રક્શન ક્ષેત્રની પોપ્યુલર ફાઉન્ડેશન લિમિટેડ ૫૩,૭૦ લાખ ઇક્વિટી શેરના જાહેર ભરણાં સાથે ૧૩મી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. શેરનો ભાવ રૂ. ૨૭ના પ્રીમિયમ સહિત રૂ. ૩૭ નક્કી કરવામાં આવ્યો છે અને લઘુત્તમ શેર લોટ ત્રણ હજાર શેરનો છે. માર્સ ગ્રોથ કેપિટલ પાસેથી ઇનમોબીએ ૧૦ કરોડ ડોલર ઉઘરાવ્યાં છે.બુધવારના ટ્રેડિંગ સેશનમાં બપોર પછી રોકાણકારો દ્વારા વેચવાલીને કારણે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. દિવસની સર્વોચ્ચ સપાટીથી સેન્સેક્સ ૭૦૦ પોઈન્ટ અને નિફ્ટી ૨૩૦ પોઈન્ટ તૂટ્યો હતો. એનર્જી, ઓઈલ એન્ડ ગેસ અને બેન્કિંગ શેરોમાં વેચવાલીથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો હતો.
પ્રારંભિક ગણતરી અનુસાર બુધવારની પીછેહઠથી રોકાણકારોને રૂ. બે લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. બીએસઇ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. ૪૬૩.૪૯ લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. ૪૬૧.૨૩ કરોડ હતું. આ ગણતરીે આ સત્રમાં માર્કેટ કેપમાં રૂ. ૨.૨૬ લાખ કરોડનો ઘટાડો થયો છે.
બજારનો અંડરટોન નબળો રહ્યો હતો. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી માત્ર ૧૦ શેરો જ ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે ૨૦ નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના ૫૦ શેરોમાંથી માત્ર ૧૩ શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે ૩૭ શેરો નુકસાન સાથે બંધ થયા હતા.
સૌથી વધુ વધનારા શેરોમાં એશિયન પેઇન્ટ્સ ૨.૧૮ ટકા, બજાજ ફાઇનાન્સ ૧.૫૭ ટકા, સન ફાર્મા ૦.૮૮ ટકા, ઇંઞક ૦.૫૮ ટકા, ઇંઈક ટેક ૦.૩૯ ટકા, બજાજ ફિનસર્વ ૦.૩૭ ટકા, ઈંઝઈ ૦.૧૯ ટકા, એક્સિસ બેન્ક ૦.૦૮ ટકા, ભારતી ૦.૦૮ ટકા વધ્યો છે, જ્યારે સૌથી વધુ ઘટનારા શેરોમાં ટાટા મોટર્સ ૫.૭૭ ટકા, ગઝઙઈ ૧.૫૬ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૫૩ ટકા, કઝ ૧.૫૧ ટકા, એસબીઆઇ ૧.૪૫ ટકા, જેએસડબલ્યુ સ્ટીલ ૧.૪૨ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.
ડોલર, યુએસ બોન્ડ યિલ્ડ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા છતાં ખાસ કરીને વિશ્ર્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકામાં મંદીના સંકેત મળવાને કારણે વૈશ્ર્વિક બજારો પાછળ સ્થાનિક બજારમાં પણ વેચવાલીનું દબાણ વધ્યું હતું. અર્થશાસ્ત્રીઓ માને છે કે, અમેરિકામાં જાહેર થનારા નોન-ફાર્મ ડેટા અને અનએમ્પ્લોયમેન્ટ ડેટાની અસર, ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં ઘટાડાનું કદ અને ઝડપ નક્કી કરી શકે છે.