આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારની સ્ટેમ્પ ડ્યૂટી અભય યોજના

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્ર સ્ટેમ્પ ડ્યૂટી અભય યોજના-2023 અમલમાં મૂકીને રાજ્યની મહેસુલી આવકમાં વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જેનો લાભ રાજ્યના અનેક આર્થિક વ્યવહારોના રજિસ્ટ્રેશન ન કરાવી શકેલા લોકોને મળશે.

રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટેમ્પ ડીલર પાસેથી અથવા ચીફ ક્ધટ્રોલર ઓફ રેવન્યુ દ્વારા અધિકૃત કરવામાં આવેલી યંત્રણા મારફતે વેચાણ કરવામાં આવેલા કોઈપણ રકમના સ્ટેમ્પ પેપર પર આ છૂટ લાગુ રહેશે.

પહેલી જાન્યુઆરી 1980થી 31 ડિસેમ્બર 2020 સુધી એક્ઝીક્યુટ કરવામાં આવેલા, પરંતુ હજી સુધી રજિસ્ટર ન કરવામાં આવેલા ડીડનું રજિસ્ટ્રેશન કરતી વખતે તેના પર લાગુ થતી સ્ટેમ્પ ડ્યુટી અને દંડની રકમમાં અભય યોજના હેઠળ માફી આપવામાં આવશે. આ અભય યોજના પહેલી ડિસેમ્બર-2023થી 31 જાન્યુઆરી 2024 સુધી અને ત્યાર બાદ પહેલી ફેબ્રુઆરી-2024થી 31 માર્ચ 2024 સુધી એમ બે તબક્કામાં અમલમાં મૂકવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button