આમચી મુંબઈમહારાષ્ટ્ર

MLA હોસ્ટેલમાં વાસી ભોજનનો વિવાદ; FDAએ કેટરર્સનું લાઈસન્સ સસ્પેન્ડ કર્યું

મુંબઈ: ચર્ચગેટ પાસે આવેલી આકાશવાણી વિધાનસભ્ય હોસ્ટેલની કેન્ટીન (Akashvani MLA hostel canteen) હાલ વિવાદના કેન્દ્રમાં છે. કેન્ટીન વાસી ખોરાકના પીરસવામાં આવતા શિવસેના વિધાનસભ્યએ કેન્ટીનના સ્ટાફ મેમ્બરને માર્યો (Shivsena MLA Slapped canteen staff) હતો. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) એ કેન્ટીનનું સંચાલન કરતી અજંતા કેટરર્સનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું છે.

FDAએ કેટરર્સ આપેલા સસ્પેન્શન ઓર્ડરમાં જણાવ્યું કે કેટરરએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (ફૂડ બિઝનેસનું લાઇસન્સિંગ એન્ડ રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન્સ, 2011 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે.

આજથી ફૂડ સર્વિસ બંધ કરવા નિર્દેશ:

ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વિભાગના અધિકારીઓએ કેન્ટીનમાં તપાસ હાથ ધરી હતી અને ખોરાકના સેમ્પલ્સ લીધા હતાં. અધિકારીના જણાવ્યા મુજબ નિરીક્ષણ દરમિયાન કેન્ટીનમાં નિયમોનું ઉલંઘન થતું હોવાનું જાણવા મળ્યું. અહેવાલ મુજબ, અજંતા કેટરર્સને ગુરુવારથી MLA હોસ્ટેલ પરિસરમાં ફૂડ સર્વિસ બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

શિવસેનાના વિધાનસભ્યની ટીકા:

શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડ(Sanjay Gaikwad) કથિત રીતે વાસી ખોરાક પીરસવાના આરોપસર કેન્ટીનના સ્ટાફ મેમ્બરને થપ્પડ અને મુક્કો માર્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કેન્ટીનના સ્ટાફ મેમ્બર સાથે મારપીટ કરી કાયદો હાથમાં લેવા બદલ સંજય ગાયકવાડની ટીકા થઇ રહી છે.

આ ઘટના અંગે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ સંજય ગાયકવાડના વર્તનની કડક નિંદા કરી અને કહ્યું કે આ ઘટનાથી ખોટો સંદેશ જાય છે કે વિધાનસભ્યો તેમની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેના અધ્યક્ષ એકનાથ શિંદેએ પણ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, “જો કોઈ સમસ્યા હોય, તો કાયદાકીય કાર્યવાહી કરી શકાય છે, પરંતુ કોઈ સાથે મારપીટ કરવી એ સ્વીકાર્ય નથી.”

આપણ વાંચો:  વિધાનસભ્યનો કેન્ટિન કાંડઃ ફડણવીસને બદનામ કરવાનો કારસો હોવાનું કોણે કહ્યું?

સંજય ગાયકવાડની દલીલ:

બુલઢાણાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે પોતાનો બચાવ કરતા દલીલ કરી,”મેં કેન્ટીનમાં પીરસાતા ખોરાક વિશે અગાઉ ઘણી વખત ફરિયાદ કરી હતી પરંતુ પરિસ્થિતિ સુધારી ન હતી. મને કોઈ પસ્તાવો નથી.” તેમણે કહ્યું, “જો કોઈને હિન્દી, મરાઠી, કે અંગ્રેજી સમજાતું નથી, તો અમે આ રીતે જવાબ આપીએ છીએ.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button