આમચી મુંબઈમહારાષ્ટ્ર

પનવેલ-કર્જત કોરિડોરનું કામ ઝડપી

લોકલ રેલ પ્રોજેક્ટ: રેલવે બોર્ડની સમીક્ષા, 2025 સુધીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

મુંબઈ: મધ્ય રેલવેના પાંચમાં લોકલ કોરિડોરની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. બહુ ઉપયોગી પનવેલ-કર્જત લોકલ રેલ કોરિડોર પ્રોજેક્ટ એમઆરવીસી દ્વારા હાશ ધરવામાં આવ્યો છે. અત્યંત મુશ્કેલ માનવામાં આવતા આ ડબલ લાઇન પ્રોજેક્ટ પર ત્રણ રેલ ટનલ બનાવવામાં આવી રહી છે જેમાં રેલ ફ્લાયઓવર, આરઓબી, પુણે એક્સપ્રેસ વે પર આરયૂબી સાથે સૌથી લાંબી ઉપનગરીય ટનલનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવ્યું હતું કે રેલવે બોર્ડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વડા સભ્ય સીધા જ સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2018માં મંજૂર કરાયેલા કર્જત-પનવેલ લોકલ પ્રોજેક્ટનું કામ જમીન સંપાદન, કોરોના ગાળા અને અન્ય સમસ્યાઓના કારણે લાંબા સમયથી અટવાયું હતું. છેલ્લા બે વર્ષમાં કામમાં ઘણી પ્રગતિ થઈ છે. પ્રોજેક્ટ અમલીકરણ માટે જરૂરી કુલ 57.16 હેક્ટર ખાનગી જમીન બે રેલ ફ્લાયઓવર અને ત્રણ ટનલ સહિત તમામ 70 જીએડી પાસેથી મંજૂરી સાથે સંપાદિત કરવામાં આવી હતી. એમઆરવીસીના સીપીઆરઓએ જણાવ્યું હતું કે 24 પુલ પૂર્ણ થઈ ગયા છે અને 30 પુલ પર કામ ચાલી રહ્યું છે.

પનવેલ-કર્જત ઉપનગરીય કોરિડોર, પનવેલ, ચિખલે, મોહોપે, ચોક અને કર્જત વચ્ચે પાંચ સ્ટેશન હશે, કોરિડોર પર 68 નાના-મોટા બ્રિજ બનાવવામાં આવશે, એમઆરવીસી અનુસાર બે ફ્લાયઓવર, આઠ મોટા અને 36 નાના પુલ, 15 આરયૂબી , સાત આરઓબી અને ત્રણ ટનલ પર કામ કરવામાં આવી રહ્યું છે. પાંચ સ્ટેશનો (મોહોપે, ચોક, કર્જત, ચીખલે અને પનવેલ સ્ટેશન)ના તમામ ઇએસપીને મંજૂરી આપવામાં આવી છે.

સૌથી લાંબી સ્થાનિક ટનલ
એવું કહેવામાં આવ્યું હતું કે કુલ પ્રોજેક્ટનું 46 ટકાથી વધુ કામ થઈ ગયું છે. રેલવે બોર્ડે ડિસેમ્બર 2025 સુધીમાં કામ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. પનવેલ-કર્જત કોરિડોર પર સૌથી લાંબી ઉપનગરીય ટનલ બનાવવામાં આવી રહી છે. આ માર્ગ પર કુલ 3.144 મીટર લંબાઇ સાથે ત્રણ ટનલ બનાવવામાં આવી રહી છે.

આમાં 2625 મીટર લંબાઈની મુખ્ય ટનલનો સમાવેશ થાય છે. વેવરલી ટનલ મુંબઈ લોકલ લાઇનની સૌથી લાંબી ટનલ હશે. આ સાથે 219 મીટર લંબાઇની નધલ ટનલ અને 300 મીટર લંબાઇની કિરાવલી ટનલનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.

ટનલ ત્રણ માટે એપ્રોચ કટીંગ અને ભૂગર્ભ ખોદકામનું કામ ચાલુ છે. 300 મીટરમાંથી 122 મીટર ભૂગર્ભ ખોદકામ પૂર્ણ થયું છે. રેલવે બોર્ડના ઇન્ફ્રા સભ્યે પોતે ફિલ્ડ સ્ટાફ સાથે વાતચીત કરી અને તેમના પ્રયાસોની પ્રશંસા કરી.

29.6 કિમીનો રેલ કોરિડોર
આ 29.6 કિમી લોકલ રેલ કોરિડોર એમયૂટીપી-3 હેઠળ નિર્માણાધીન છે. આ લોકલ કોરિડોર એમએમઆર, પનવેલ, ખાલાપુર અને કર્જતના ત્રણ તાલુકામાંથી પસાર થશે. આ પ્રોજેક્ટ પૂરો થવાથી મુંબઈ અને કર્જત વચ્ચેના ઉપનગરીય રેલ નેટવર્ક પર પરિવહનનો બીજો વધુ સારો વિકલ્પ ઉપલબ્ધ થશે. રેલ ટનલની સાથે માટીકામ, નાના અને મોટા પુલનું કામ ઝડપથી શરૂ થઈ રહ્યું છે.

30થી 35 મિનિટનો સમય બચશે
પનવેલથી કર્જત સુધીના નવા ઉપનગરીય કોરિડોરના નિર્માણ સાથે મુંબઈ અને કર્જત વચ્ચેનો લોકલ મુસાફરીનો સમય લગભગ 30થી 35 મિનિટ જેટલો બચશે. આ ઉપરાંત પાંચમા સબર્બન કોરિડોર પર ઝડપી વિકાસ થશે. હાલમાં લોકલથી કર્જત જવા માટે મેઇન લાઇનથી કલ્યાણ, બદલાપુર થઇને જવું પડે છે. પનવેલથી કર્જત સુધી સીધી લોકલ સેવા શરૂ થવાથી એમએમઆરના લાખો મુસાફરોને તેનો લાભ મળશે અને પનવેલ, ખાલાપુર અને કર્જત નજીક નવા રહેણાંક વિસ્તારો વિકસાવવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?