આમચી મુંબઈમહારાષ્ટ્ર
ડાબેરી અંતિમવાદ પર લગામ તાણતો વિશેષ સુરક્ષા ખરડો વિધાન પરિષદમાં મંજૂર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડાબેરી ઉગ્રવાદી સંગઠનોની ગેરકાયદે પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવા માટે મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે વિધાનસભામાં ગુરુવારે મંજૂર કરેલા મહારાષ્ટ્ર વિશેષ જાહેર સુરક્ષા ખરડાને શુક્રવારે વિધાન પરિષદમાં પણ મંજૂર કરવામાં આવ્યું હતું.
વિધાનસભામાં આ ખરડાને મંજૂર કરવામાં આવ્યાના એક દિવસ પછી મહારાષ્ટ્ર વિશેષ જાહેર સુરક્ષા ખરડો ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન (શહેરો) યોગેશ કદમે ઉપલા ગૃહમાં રજૂ કર્યું હતું.
રાજ્ય વિધાન મંડળના બંને ગૃહોમાં મંજૂર થઈ ગયા પછી આ ખરડો કાયદો બનવાની દિશામાં એક ડગલું આગળ વધ્યો છે. હવે આ મંજૂર ખરડાને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવશે.
આપણ વાંચો: શિવસેનાના પ્રધાન સંજય શિરસાટનો ‘રોકડ થેલી’નો વીડિયો વાયરલ, તેમનો બચાવ કે બેગમાં ફક્ત કપડાં છે