એનસીપીના નિર્ણય મુદ્દે મહારાષ્ટ્રના સ્પીકરે આપ્યું આ નિવેદન, જાણો શું બોલ્યો?
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભ્યોની અપાત્રતાનો મુદ્દે ચુકાદો આપવામાં આવ્યા પછી હવે સાચી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) કોની એ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યા પૂર્વે તાજેતરમાં મહારાષ્ટ્રના સ્પીકરે પત્રકાર પરિષદમાં આ મુદ્દે જય શ્રી રામનો નારો લગાવ્યો હતો. આમ છતાં તેમના આ નારાથી જવાબ મળ્યો નહોતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
તાજેતરમાં રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરવા માટે સત્તાધારી પક્ષના નેતાઓ મુંબઈથી અયોધ્યા જવા રવાના થયા ત્યારે રાહુલ નાર્વેકરે પત્રકારો સાથે વાતચીત કરી હતી. જોકે, એનસીપી વિશે તેમના નિર્ણય અંગે પૂછવામાં આવતા સ્પષ્ટ જવાબ આપવાને બદલે તેમણે માત્ર ‘જય શ્રી રામ’ કહ્યું હતું. હવે આ ‘જય શ્રી રામ’નો શું અર્થ થાય તે તેમણે બધાને વિચારતા કરી મૂક્યા છે.
આ ઉપરાંત, રામ ભગવાનના દર્શન કરવા વિશે પોતાની ભાવના વ્યક્ત કરતા કહ્યું હતું કે લોકોના મનમાં હાલ એક જ ભાવના છે કે અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરવા જાય. આજે અમારી એ ઇચ્છા પૂરી થવાની છે. ભગવાન રામના દર્શન લઇને અખંડ પૃથ્વી પર તેમની કૃપા રહે એવી પ્રાર્થના કરીશું. જોકે, 15 ફેબ્રુઆરીએ નાર્વેકર શું નિર્ણય લેશે તેના ઉપર બધાની નજર છે.
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના વિધાનસભ્યોના અપાત્રતાના ઠરાવતા મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરના નિર્ણય બાદ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-એનસીપી)ના વિધાનસભ્યોનું ભવિષ્ય પણ હવે તેમના હાથમાં છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાહુલ નાર્વેકર 31 જાન્યુઆરીના રોજ આ અંગે પોતાનો ચુકાદો આપે એવી અપેક્ષા હતી, પરંતુ રાહુલ નાર્વેકરના વકીલે આ અંગે ચુકાદો લેવા માટેની મુદત લંબાવવાની અરજી કરી હતી ત્યાર બાદ 15 ફેબ્રુઆરી સુધીની મુદત નાર્વેકરને આપવામાં આવી હતી.