બોલો, એ નેતાના કાર્યક્રમમાં પહોંચ્યા ‘વાનરરાજ’ પછી શું થયું જાણો?
મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સુષ્મા અંધારેના ભાષણ દરમિયાન ચોંકાવનારી ઘટના બની હતી. થાણે જિલ્લાના ભિવંડી ખાતેના ખરડીગામમાં ઉદ્ધવ ઠાકરે જૂથના સુષ્મા અંધારે એક જનસભાને સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક વાનર સભામાં પહોંચી ગયો હતો, જ્યાં નેતાજી જરાય ડર્યા નહોતા, પરંતુ આસપાસના લોકો થોડા ડરી ગયા હતા. એનો વીડિયો પણ વાઈરલ થયો હતો.
ભાષણ દરમિયાન સ્ટેજ પર અચાનક વાનર આવી જતાં સુષ્મા અંધારે સાથે બધા જ લોકો ગભરાઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળ્યું હતું કે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથનાં નેતા સુષ્મા અંધારે ઉદ્ધવ ઠાકરે ભાષણ આપી રહ્યા હતા. એ વખતે અચાનક એક વાનર તેમની સામે કૂદકો મારીને બેસી ગયો હતો. સભામાં વાનર આવ્યા પછી પણ અંધારેએ તેમનું ભાષણ શરૂ જ રાખ્યું હતું.
વીડિયોમાં જોવા મળ્યું હતું કે સુષ્મા અંધારેના ભાષણ દરમિયાન અચાનક વાનરની એન્ટ્રી થયા પછી સ્ટેજ પર રહેલા નેતાઓ અને કાર્યકરોને તેને ભગાવવાની કોશિશ કરી હતી, જ્યારે અમુક કાર્યકરોએ સ્ટેજ પરના વાનરને કેળાં અને નાસ્તો પણ આપ્યો હતો.
આ દરમિયાન સુષ્મા અંધારેએ સ્ટેજની બહાર કેળાં ફેંક્યા હતા, જેથી આ વાનર ત્યાંથી હટી જાય, પણ આ વાનરે કેળાંની પાછળ ન જતાં સુષ્મા અંધારે સામે કૂદકો માર્યો હતો. જોકે અંધારે ત્યાંથી હટી જતાં વાનર સ્ટેજથી બહાર નીકળી ગયો હતો. આ ઘટનાના વીડિયોએ હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.