એટલે 17 દિવસમાં કોર્ટે નવપરિણીત કપલના છૂટાછેડા મંજૂર કર્યાં
મુંબઈ: નવપરિણીત કપલના લગ્નને બોમ્બે હાઇ કોર્ટની ઔરંગાબાદ અદાલતે રદ કર્યા હતા. પત્નીને અદાલતમાં તેનો પતિ તેની સાથે શારીરિક સંબંધ બનાવવામાં અસમર્થ છે તે માટે તેને ડિવોર્સ જોઈએ છે એવી અરજી દાખલ કરી હતી ત્યાર બાદ કોર્ટે પતિ શારીરિક સંબંધ બાંધવામાં અસમર્થ હોવાનું નિરીક્ષણ કરીને આ લગ્નને રદ કરવાનો આદેશ આપ્યો હતો.
એક નવપરિણીત મહિલાએ લગ્ન કર્યાંના 17 દિવસમાં છૂટાછેડા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર 15 એપ્રિલે સુનાવણી કરવામાં આવી હતી. જજ વિભા કાંકણવાડી અને જજ એસજી ચલપગાવકારની બેન્ચ સામે આ સુનાવણી શરૂ હતું. સુનાવણી દરમિયાન તેમણે કહ્યું હતું કે જેઓ લગ્ન પછી પણ માનસિક, ભાવનાત્મક અથવા શારીરિક રીતે એકબીજા સાથે જોડાઈ શકતા નથી તેવા યુવાનોને મદદ કરવા માટે આ એક યોગ્ય કેસ છે.
આપણ વાંચો: વ્યભિચાર છૂટાછેડાનું કારણ હોઈ શકે પણ…: બોમ્બે હાઈ કોર્ટનું મહત્ત્વનું તારણ
કોર્ટે કહ્યું કે તે આ બાબતને અવગણી શકાય નહીં. લગ્ન બાદ યુવકે શારીરિક સંબંધો ન બનાવવા માટે તેની પત્નીને જવાબદાર ગણાવી હતી તે વાત અસ્વીકાર્ય છે. પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવામાં પતિ અસમર્થ રહેતા લગ્નને શરૂ રાખી શકાય નહીં.
માર્ચ 2023માં આ નવપરિણીત કપલના લગ્ન થયા હતા. જોકે કોર્ટના આદેશ બાદ માત્ર 17 દિવસમાં જ બંને અલગ થઈ ગયા હતા. હાઈ કોર્ટમાં જતા પહેલા પીડિતાએ ફેમિલી કોર્ટમાં ડિવોર્સ માટેની અરજી કરી હતી. આ કેસમાં ફેમિલી કોર્ટે નવપરિણીત પીડિતાની અરજી ફગાવી દીધી હતી. ફેમિલી કોર્ટે કહ્યું હતું કે છૂટાછેડા લેવા માટે જાણી જોઈને બંનેએ એકબીજા પર આવા આક્ષેપો કરી રહ્યા છે.
ફેમિલી કોર્ટ દ્વારા પીડિતાની અરજી ફગાવ્યા બાદ તેણે બોમ્બે હાઈ કોર્ટમાં પતિ સાથે ડિવોર્સ લેવા અંગે અરજી કરી હતી. જ્યાં બોમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદની અદાલતે ફેમિલી કોર્ટના નિર્ણયને રદ્દ કરી દીધો છે અને નવા પરણેલા યુગલના લગ્ન પણ રદ્દ કરી દીધા છે.