મુંબઈમાં પિતાનું અપહરણ કરીને 10 લાખની ખંડણી માગી: છ જણ ઝડપાયા

મુંબઈ: દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાંથી કોન્ટ્રેક્ટરના પિતાનું અપહરણ કરીને 10 લાખ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં આઝાદ મેદાન પોલીસે છ જણની ધરપકડ કરી હતી.
આરોપીઓની ઓળખ સુજય ઠોંબરે, સુનીલ રાણે, અરુણ બોરલે, અરુણ શિર્કે, રોહિત જાધવ અને મનોહર ચવ્હાણ તરીકે થઇ હોઇ તેમણે ગુનામાં વાપરેલી કાર જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર નવી મુંબઈના સીબીડી બેલાપુર વિસ્તારમાં રહેતો કોન્ટ્રેક્ટર વિજય મોરે (40) ફોર્ટ વિસ્તારમાં કંપની ધરાવે છે. કંપનીમાં કામ કરનારા 17 કર્મચારીએ 24 માર્ચે સવારે નજીવા કારણસર કામ બંધ કરી દીધું હતું.
આપણ વાંચો: અપહરણ બાદ મોઝામ્બિકમાં પોરબંદરનાં યુવાનની હત્યા; મૃતદેહને વતન લવાયો
આનો ફાયદો લઇને આરોપી મનોહર ચવ્હાણ અને તેના સાથીદારો ત્યાં આવ્યા હતા અને તેમણે કંપનીના સુપરવાઇઝરને ધમકાવ્યા બાદ તેની મારપીટ કરી હતી. બાદમાં કોન્ટ્રેક્ટરના પિતા પાંડુરંગ મોરેને દાદર સ્થિત યુનિયનની ઓફિસમાં લઇ જઇ રહ્યા હોવાનું કહીં જબરજસ્તી કારમાં બેસાડ્યા હતા અને સેટલમેન્ટ કરવા માટે 10 લાખ રૂપિયા લઇને આવવાનું તેમણે જણાવ્યું હતું.
આ ઘટના બાદ કોન્ટ્રેક્ટરે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા પોલીસની બે ટીમ તૈયાર કરવામાં આવી હતી.
આ ટીમે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીના આધારે આરોપીને પકડી પાડ્યા હતા. આરોપી સુજય ઠોંબરે વિરુદ્ધ સાકીનાકા અને કુર્લા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના દાખલ છે