આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈના રેલવે સ્ટેશન અને એક્સપ્રેસ ટ્રેનોમાં ‘રેલનીર’ પાણીની બોટલની તંગી?

મુંબઈ: ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે એ વાતાવરણમાં ‘રેલ નીર’ તરીકે ઓળખાતી પીવાના પાણીની બોટલનો પુરવઠો બંધ કરવામાં આવ્યો હોવા વિશે રેલવે કેટરર્સ આઈઆરસીટીસી (ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન) વિરુદ્ધ ફરિયાદ કરી છે.

સખત ગરમી પડી રહી છે ત્યારે પહેલી મે સુધી આઈઆરસીટીસી દ્વારા ‘રેલ નીર’ પાણી બોટલનો પુરવઠો અટકાવી દેવામાં આવતા વેસ્ટર્ન રેલવે કેટરર્સ એસોસિયેશને સ્ટોલ તેમજ સ્ટેશન વિસ્તારમાં રેલ નીરની મોનોપોલી બંધ કરવા આગ્રહભરી વિનંતી કરી છે.

આપણ વાંચો: પ્રવાસીઓની ટ્રોલી બેગની ચોરી માટે રેલવે જવાબદાર, આપવું પડશે 1.20 લાખનું વળતર

આઇઆરસીટીસીએ પુરવઠો અટકાવી દેતા મધ્ય રેલવેમાં દાદર પછી એલટીટી અને પુણેને બાદ કરતાં ક્યાંય ‘રેલ નીર’ની બોટલ નહીં મળે. આ સિવાય પનવેલ બાદ કરતા હાર્બર લાઈનના એક પણ સ્ટેશન પર તેમ જ પશ્ચિમ રેલવેમાં બાન્દ્રા ટર્મિનસથી સુરત સુધી આ પાણીની બોટલ નહીં મળે. પાણીની બોટલના પુરવઠામાં વારંવાર સમસ્યા થતી હોવાથી વેસ્ટર્ન રેલવે કેટરર્સ એસોસિયેશને ‘રેલ નીર’ની મોનોપોલી ખતમ કરવા જણાવ્યું છે.

દર વર્ષે ઉનાળાના સમયગાળા દરમિયાન રેલવે સ્ટેશનના વિસ્તારમાં રેલનીરની બોટલ મળવાનું મુશ્કેલ બને છે, જેમાં ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય હોવા છતાં ઉનાળામાં મળવાનું બંધ થાય છે. સબર્બન મુંબઈ ડિવિઝનના રેલવે સ્ટેશન અને લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ખેંચ પડતી હોવા છતાં પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યું છે, એમ પ્રવાસીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button