આમચી મુંબઈમહારાષ્ટ્ર

સાકીનાકામાં દુકાનમાં આગ: કોઈ જાનહાનિ નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
કુર્લામાં સાકીનાકા વિસ્તારમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ એક માળના બાંધકામમાં રહેલા ગાર્મેન્ટના કારખાનામાં શનિવારે સવારના અચાનક આગ ફાટી નીકળી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ બે ગાળામાં રહેલા માલ-સામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ અંધેરી-કુર્લા રોડ પર જરીમરી બેસ્ટ બસ સ્ટોપ પાસે નેક્સસ સિનેમા નજીક ગ્રાઉન્ડ પ્લસ એક માળ તથા ગ્રાઉન્ડ પ્લસ બે માળનો ગાળો આવેલો છે. લગભગ ૧૫,૦૦૦ સ્કવેર ફૂટના બે ગાળામાં શનિવારે સવારના નવ વાગ્યાની આસપાસ આ ગાળામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગમાં ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, પેપર, મશીનરી, ગાર્મેન્ટ, સિલાઈ મશીન, લાકડાના દરવાજા, બારી, ફર્નિચર વગેરે બળીને ખાખ થઈ ગયું હતું.

ઘટના સ્થળે ફાયરબ્રિગેડે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. બપોરના છ કલાકની જહેમત બાદ ૨.૫૨ વાગ્યાની આસપાસ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button