આમચી મુંબઈમહારાષ્ટ્ર

એન્ટોપ હિલમાં ગોળીબારની ઘટનામાં શૂટરની પત્ની અને મિત્રની ધરપકડ

મુંબઈ: જેલમાંથી પૅરોલ પર છૂટેલા રીઢા આરોપીએ મિત્ર પર ગોળીબાર કર્યાની એન્ટોપ હિલમાં બનેલી ઘટનામાં પોલીસે ફરાર શૂટરની પત્ની અને મિત્રની ધરપકડ કરી હતી.

એન્ટોપ હિલ પોલીસે રવિવારે રીઢા આરોપી એવા શૂટર વિવેક શેટ્ટીયાર (40)ની પત્ની પરવીન અને વિવેકના ખાસ મિત્ર પરાગ ગોહિલની ધરપકડ કરી હતી. ગુનાહિત કાવતરું ઘડવાના આરોપસર બન્નેની ધરપકડ કરાઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

જોકે ગોળીબાર કરવા પાછળનું ચોક્કસ કારણ અને પરવીન તેમ જ ગોહિલની ગુનામાં ભૂમિકા અંગે કોઈ સ્પષ્ટતા પોલીસ દ્વારા કરવામાં આવી નહોતી.

આપણ વાંચો: પંજાબમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે આમનેસામને ગોળીબાર, જવાન શહીદ

શનિવારની વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ વિવેક એ જ પરિસરમાં રહેતા મિત્ર આકાશ કદમના ઘરે પહોંચ્યો હતો. ઘરનો દરવાજો ખોલનારા કદમ પર વિવેકે દેશી બનાવટની પિસ્તોલથી ગોળીબાર કર્યો હતો. પેટમાં ગોળી વાગતાં ગંભીર રીતે ઘવાયેલા કદમને સારવાર માટે સાયન હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઘટના બાદથી ફરાર વિવેકની પોલીસ શોધ ચલાવી રહી છે.

રીઢા આરોપી વિવેક વિરુદ્ધ નવ ગંભીર ગુના નોંધાયેલા છે, જ્યારે આકાશ પર હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો છે. ગોરેગામમાં 2017માં થયેલી હત્યાના કેસમાં વિવેકને કોર્ટે સજા ફટકારી હતી. કોરોના મહામારીના સમયગાળામાં તે જેલમાંથી પૅરોલ પર છૂટ્યો હતો. પૅરોલ પત્યા પછી જેલમાં પાછો ફરવાને બદલે તે ફરાર થઈ ગયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button