આમચી મુંબઈમહારાષ્ટ્ર

શોકિંગઃ લાતુરમાં સ્વિમિંગ પુલમાં ડૂબતા સગીરનું મોત

મુંબઈ: મહારાષ્ટ્રના લાતુરમાં સ્વિમિંગ પુલમાં ડૂબીને એક 16 વર્ષના સગીરનું મૃત્યુ થયા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ મામલે પોલીસે યુવકના મૃતદેહને તાબામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ શરૂ કરી છે. દીકરાના મૃત્યુ મામલે પિતાએ સ્વિમિંગ પુલના માલિક અને મેનેજર સામે બેદરકારીનો આરોપ કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

લાતુર જિલ્લાના ઉદગીરી વિસ્તારમાં મયુરેશ રાઠોડ નામનો એક સગીર સ્વિમિંગ પુલમાં તેના પિતા સાથે ગયો હતો. મયુરેશ સાથે વધુ ચાર યુવાન પણ હતા. આ દરમિયાન સ્વિમિંગ પુલમાં પાણીના ઉંડાણનો અંદાજ નહીં આવતા મયુરેશ પાણીમાં ડૂબી ગયો હતો, આ પુલમાં રહેલી બીજી એક વ્યક્તિને ધ્યાનમાં આવતા તેણે મયુરેશને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

મયુરેશને બહાર કાઢ્યા બાદ તેને નજીકના સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે મયુરેશના પિતા વિજય કુમાર રાઠોડે સ્વિમિંગ પુલમાં બાળકોના તરવા માટે કોઈ સુરક્ષાના સાધનો નહીં રાખવાનો આરોપ કર્યા હતા. આ ઉપરાંત, પુલના મેનેજર શિવશંકર પ્રભુઅપ્પા ચિલ્લરગે અને મેનેજર શિવકુમાર ચાકુરે સામે એફઆઇઆર નોંધાવી હતી અને આ મામલે હવે પોલીસે આગળ તપાસ શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button