શોકિંગઃ બેટરીમાં વિસ્ફોટ થતા દસ વર્ષના બાળકનું મોત | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

શોકિંગઃ બેટરીમાં વિસ્ફોટ થતા દસ વર્ષના બાળકનું મોત

મુંબઈ: મહારાષ્ટ્રના જાલના જિલ્લાના કુંભારી ગામમાં મોબાઇલની બેટરીમાં વિસ્ફોટમાં બાળકનું મોત થવાનો ચોંકાવાનરો કિસ્સા બન્યો હતો. કુંભારી ગામમાં બેટરીનો વિસ્ફોટ થતાં દસ વર્ષના એક બાળકનું મૃત્યુ થવાની ઘટના બની હતી.

મોબાઇલ ચાર્જિંગમાં મૂકવામાં આવ્યો હતો ત્યારે મોબાઇલની બેટરીમાં અચાનકથી વિસ્ફોટ થતાં દસ વર્ષના બાળકનું મોત થયું હતું. બાળકની ઓળખ સમર્થ પરશુરામ તાયડે તરીકે કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

ભોકરદન શહેરથી થોડા અંતરે આવેલા કુંભારી ગામમાં રવિવારે સાંજે એક કાર્યક્રમમાંથી સુસારામ તાયડે અને તેમનો પરિવાર પોતાના ઘરે પરત ફર્યો હતો ત્યાર બાદ તેમણે મોબાઇલ ફોનને ચાર્જિંગમાં લગાવ્યો હતો.

મોબાઇલ ચાર્જિંગ પર લગાવીને ફોન વાત કરી રહ્યા હતા. એ વખતે બીજા એક ખરાબ મોબાઇલની બેટરી બાળકને રમવા આપી હતી. જોકે એ બેટરીને પોતાના કાન નજીક લઈ જતાં તેમાં વિસ્ફોટ થયો હતો જેને કારણે બાળકના કાન, હાથ અને આંગળીઓમાં ગંભીર ઇજા પહોંચી હતી.

આ ઘટના બાદ 10 વર્ષના સમર્થ પરશુરામ તાયડેને નજીકના સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

Back to top button