આમચી મુંબઈ

શિવડી-વરલી કનેક્ટર બ્રિજ પ્રોજેક્ટ: વળતર નહીં ઘર જ આપવાની સ્થાનિકોની માગણી

મુંબઈ: શિવડી-વરલી કનેક્ટર બ્રિજ પ્રોજેક્ટના અસરગ્રસ્તોને ઓફર કરવામાં આવેલા નાણાકીય વળતર માટે શિવસેના-યુબીટીના નેતાઓએ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ની ઝાટકણી કાઢી હતી.

શિવડીના હનુમાન નગર, એકતમાતા ફુલે વસાહત અને સેનાનગર વિસ્તારમાં ૧૦૦થી વધુ પરિવાર રહે છે અને આ મોટા પ્રકલ્પ માટે આ વસાહતો ખાલી કરાવવાની વિચારણા છે, પરંતુ હવે આ બાબત વિવાદનો મુદ્દો બની છે જ્યારે સ્થાનિક નેતાઓએ રહેવાસીઓને વળતર આપવાને બદલે તેમના પુનર્વસનની માગણી કરી છે.

આપણ વાંચો: શિવડી-વરલી કનેક્ટર માટે ટ્રાફિક પોલીસની મંજૂરીની રાહ…

તાજેતરમાં બાન્દ્રાના એમએમઆરડીએના મુખ્યાલયમાં યોજાયેલી બેઠકમાં રહેવાસીઓને વળતર આપવાનો વિરોધ કરાયો હતો.

‘હાલના તબક્કે મુંબઈમાં પચીસ લાખ રૂપિયામાં ઘર લેવાનું શક્ય નથી. વળતરનો આંકડો પૂરતો નથી. એલ્ફિન્સ્ટન પ્રોજેક્ટની જેમ જ આ પ્રોજેક્ટના અસરગ્રસ્તોને તે જ વિસ્તારમાં એસઆરએ સ્કીમ હેઠળ ઘરો મળવા જોઇએ, એવી માગણી કરવામાં આવી હતી.

આપણ વાંચો: મિનિટોમાં મુંબઈઃ સાત રિંગ રોડથી મુંબઈને ટ્રાફિકમુક્ત બનાવાની શિંદે સરકારની યોજના…

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જ્યારે એલ્ફિન્સ્ટન પ્રોજેક્ટના રહેવાસીઓને ઘર આપવાનું આશ્ર્વાસન આપ્યું છે ત્યારે શિવડીના લોકો માટે કેમ નહીં?

ગયા અઠવાડિયે શિવસેના-યુબીટીના નેતાઓએ આ અંગે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. યુવાસેનાના પ્રમુખ આદિત્ય ઠાકરેએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓની માગણી પૂરી ન થાય ત્યાં સુધી સરકાર પણ દબાણ આપવાનું ચાલુ રહેશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button