કોંગ્રેસની હાર મુદ્દે શિવસેનાના સાંસદ રાઉતે આપ્યું સ્ફોટક નિવેદન

મુંબઈઃ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ હારી રહી છે, જ્યારે ફક્ત તેલંગણામાં કોંગ્રેસની સરકાર બની છે. કોંગ્રેસની હાર સાથે મોટા મોટા નેતાઓઓના નિવેદનો આવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં શિવસેનાના સાંસદ અને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે સ્ફોટક નિવેદન આપ્યું હતું, જ્યારે કોંગ્રેસને પણ મોટી સલાહ આપી દીધી હતી.
સંજય રાઉતે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની હાર માટે કમલનાથને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેલંગણામાં એઆઈએમઆઈએમ ફેક્ટર અને કેસીઆર કામ આવ્યા નથી, જ્યારે રાજસ્થાનમાં ભાજપની જીત મુદ્દે કહ્યું હતું કે અહીં દર પાંચ વર્ષે સરકાર બદલાય છે, જે વર્ષોની પરંપરા રહી છે. છત્તીસગઢમાં કોંગ્રેસની હાર મુદ્દે સંજય રાઉતે કહ્યું કે આ હાર માટે કોંગ્રેસે આત્મનિરીક્ષણ કરવાનું જરુરી છે.
મધ્ય પ્રદેશમાં ભાજપની જીત માટે તેનું શ્રેય શિવરાજ સિંહ ચૌહાણને આપ્યું હતું. તેમણે ચૂંટણી પહેલા મહિલાઓના લાભ માટે શરુ કરેલી યોજનાઓથી ભાજપને ફાયદો થયો છે.
દરમિયાન તેમણે કહ્યું હતું કે આ ચૂંટણીમાં પ્રાદેશિક પાર્ટી મુદ્દે કહ્યું હતું કે કોંગ્રેસ ઈન્ડિયા અલાયન્સની સાથી પાર્ટી સાથે લડી હોત તો સ્થિતિ વધુ સારી હોત. ફક્ત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પ્રચારથી કંઈ થાય નહીં. પ્રાદેશિક પાર્ટી સામે નજરઅંદાજ કરીને તમે રાજકારણ રમી શકો નહીં. પનોતી શબ્દ મુદ્દે સંજય રાઉતે કહ્યું હતું કે પનોતી શબ્દથી લોકો નાખુશ હોત તો તેલગણામાં અલગ પરિણામ જોવા મળ્યું હોત.
સંજય રાઉતે કહ્યું હતું કે છઠ્ઠી ડિસેમ્બરે કોંગ્રેસની આગેવાની હેઠળના I.N.D.I.A. અલાયન્સના સાથી પક્ષોની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં અનેક બાબતોને લઈ ચર્ચા કરવામાં આવશે. ઈન્ડિયા અલાયન્સ મજબૂત છે. વર્લ્ડ કપ વખતે ટીમ ઈન્ડિયા 10 વખત વિજયી બન્યું હતું, પરંતુ ફાઈનલમાં હારી ગયું હતું એવો જ હાલ 2024ની ચૂંટણીમાં ભાજપનો થશે.