આમચી મુંબઈ

મહારાષ્ટ્રના સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે કાયદા, નીતિમાં સુધારા કરવા પવારની અપીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે સોમવારે મહારાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે હાલના કાયદાઓમાં સુધારો કરવા અને નીતિમાં સુધારો કરવાની ભલામણ કરી હતી. તેમણે કહ્યું હતું કે સહકારી ક્ષેત્ર પહેલા મહારાષ્ટ્રનો દબદબો હતો, પરંતુ હવે ગુજરાતે રાજ્યને પાછળ છોડી દીધું છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની હાજરીમાં સહકારી ચળવળ પર આયોજિત પરિસંવાદમાં બોલતા પવારે કહ્યું હતું કે સરકારે નીતિ ઘડવા અને આ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે કાયદાકીય ફેરફારો પર કામ કરવું જોઈએ.

આપણ વાંચો: યાદ કરો એ દિવસ…. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોન્ટિંગે જ્યારે ICC પ્રમુખ શરદ પવાર સાથે ગેરવર્તન કર્યું હતું

‘સહકારી ક્ષેત્રે જિલ્લા સહકારી બેંકો, ખાંડ સહકારી મંડળીઓ અને કપાસ જીનિંગ મિલો સાથે આકાર લીધો અને પ્રગતિ કરી. રાજ્ય સરકાર આ બધામાં સમાનતા ધરાવે છે, પરંતુ મોટાભાગની ખાંડ મિલોનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે અને કપાસ જીનિંગ મિલો બંધ થઈ ગઈ છે,’ એમ તેમણે કહ્યું હતું.

‘આવું કેમ થયું તેનો અભ્યાસ કરવાની જરૂર છે, નહીં તો રાજ્યની સહકાર ચળવળ ઇતિહાસમાં સ્થાન પામશે,’ એમ તેમણે કહ્યું હતું. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે સહકાર ક્ષેત્રમાં ગુજરાત મહારાષ્ટ્રથી આગળ નીકળી ગયું છે.

આપણ વાંચો: એનસીપી પ્રમુખ શરદ પવારે અમદાવાદમાં ગૌતમ અદાણીને મળ્યા, રાજકારણ ગરમાયું

તેમણે ઉમેર્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકને પુનજીર્વિત કરવામાં આવી છે અને તે સારી રીતે કામ કરી રહી છે.
‘સહકાર ક્ષેત્ર દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓનો અભ્યાસ કરવાની જરૂર છે અને સરકારે નીતિગત નિર્ણયો દ્વારા આ મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ અને હાલના કાયદાઓમાં સુધારો કરવો જોઈએ,’ એમ ચાર વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા શરદ પવારે કહ્યું હતું.

‘પહેલાં, સહકારી ક્ષેત્રમાં મહારાષ્ટ્રનો દબદબો જોવા મળતો હતો, પરંતુ હવે ગુજરાતે પ્રગતિ કરી છે અને તેની સહકારી સંસ્થાઓ ઘણી મજબૂત બની છે,’ એમ તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button