આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિધાનસભાની ચૂંટણી પહેલાં શરદ પવાર અને મુખ્યપ્રધાનની મુલાકાત: રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ

મુંબઈ: વિધાનસભાની ચૂંટણી પહેલાં જ મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમે તેજી પકડી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના અધ્યક્ષ શરદ પવાર સોમવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા અને તેને પગલે રાજ્યના રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું.

સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું કે શરદ પવારે જ રાજ્યના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવા માટે સમય માંગ્યો હતો. જોકે, રાજકીય વર્તુળોમાં અનેક અટકળો વહેતી થઈ હતી.

આ બેઠકમાં ખરેખર શું ચર્ચા થઈ હતી તેની સત્તાવાર માહિતી હવે બહાર આવી છે. શરદ પવાર સોમવારે એકનાથ શિંદેને સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે મળ્યા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાને તેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં પાણીના સંસાધનો, દૂધના ભાવો અને ખાંડ મિલો સહિતના કેટલાક પડતર પ્રશ્ર્નો સહિતના અનેક મુદ્દાઓ પર બંને વચ્ચે ઉંડાણપૂર્વક ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપનો ખાસ પ્લાન

દૂધનો સંગ્રહ કરવા માટે યંત્રણા વિકસાવવી, ખેતી અને પાણીના પ્રશ્ર્નો જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું. આ ચર્ચા પૂરી થયા બાદ અનામતના મુદ્દે ચર્ચા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. શરદ પવાર અને મુખ્ય પ્રધાનની સાથે કેટલાક અગ્રણી અધિકારીઓ પણ હાજર હતા. આ તમામ વિષયો પર ચર્ચા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શરદ પવાર વચ્ચે બંધ બારણે અનામત મુદ્દે વિષયવાર ચર્ચા થઈ હતી.

અનામત મુદ્દે રાજ્ય સરકારે સર્વપક્ષી બેઠક પણ યોજી હતી, પરંતુ વિરોધ પક્ષના નેતાઓએ આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. બીજી તરફ અનામત મુદ્દે છગન ભુજબળ શરદ પવારને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી ચર્ચા થઈ હતી. છગન ભુજબળે એવો દાવો કર્યો હતો કે શરદ પવાર અનામતના મુદ્દે મુખ્યમંત્રીને મળશે એવી ખાતરી આપી હતી અને તેથી જ શરદ પવારે શિંદે સાથે શું ચર્ચા કરી તે જાણવાની બધાને ઉત્સુકતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button