આમચી મુંબઈમહારાષ્ટ્ર

શક્તિપીઠ રાજ્યનો સૌથી લાંબો હાઈ-વે

નાગપુર-ગોવા હાઈ-વે હવે 760ને બદલે 805 કિલોમીટરનો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ મહામંડળ (એમએસઆરડીસી) દ્વારા નાગપુર-ગોવા શક્તિપીઠ હાઈ-વેનો ડ્રાફ્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને તેને પગલે હવે આ હાઈ-વે 760 કિલોમીટરને બદલે 805 કિલોમીટર લાંબો બનવાની શક્યતા છે. આ પ્રસ્તાવ હવે રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે.

રાજ્યના માર્ગ પરિવહનને સક્ષમ બનાવવા માટે એમએસઆરડીસી 4,217 કિલોમીટર હાઈ-વેનું બાંધકામ કરી રહી છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે અને મુંબઈ નાગપુર સમૃદ્ધિ હાઈવે આ જ પ્રોજેક્ટનો ભાગ છે. અત્યારે રાજ્યમાં સૌથી લાંબો એક્સપ્રેસ-વે મુંબઈ-નાગપુર છે જેની લંબાઈ 701 કિલોમીટર છે. હવે તેનાથી મોટો નાગપુર-ગોવા શક્તિપીઠ હાઈવે તૈયાર થઈ રહ્યો છે. વિદર્ભ, મરાઠવાડા અને કોંકણના ધાર્મિક સ્થળોને જોડનારો આ મહામાર્ગ તૈયાર કરવાની યોજના છે. અત્યારે પ્રોજેક્ટ ક્ધસલ્ટન્ટ દ્વારા પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

શક્તિપીઠ હાઈવે વર્ધાના પવનારથી શરૂ થશે અને ગોવાના પત્રાદેવા ખાતે પૂરો થશે, જેમાં નાગપુર-વર્ધા સમૃદ્ધિ હાઈવેનો 80 કિલોમીટરનો તેમાં જ સમાવેશ થઈ જશે. વર્ધાની શક્તિપીઠથી શરૂ થઈને તે વર્ધા, યવતમાળ, હિંગોલી, નાંદેડ, પરભણી, બીડ, લાતુર, ધારાશિવ, સોલાપુર, સાંગલી, કોલ્હાપુર અને સિંધુદુર્ગ એમ કુલ બાર જિલ્લાઓને સાંકળી લેશે.

શરૂઆતમાં આ હાઈવે 760 કિલોમીટર લાંબો રહેવાનો અંદાજ હતો, પરંતુ પ્લાન તૈયાર કરતી વખતે કેટલીક બાબતોની ફેરગણતરી કરવામાં આવતાં પ્લાનિંગમાં 45 કિલોમીટરનો વધારો થયો છે અને તેથી આ હાઈવે હવે 805 કિલોમીટર લાંબો થશે. સુધારિત પ્લાનને મંજૂરી મળતાં આગળની કાર્યવાહી થશે. સમૃદ્ધિ હાઈવે કરતાં આ રોડ 100 કિલોમીટર વધુ લાંબો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing