શાહરુખ ખાનને ધમકી આપવાના કેસમાં પકડાયેલા વકીલને ચાર દિવસની કસ્ટડી
મુંબઈ: બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનને ધમકી આપવાના કેસમાં ધરપકડ કરાયેલા છત્તીસગઢના વકીલને કોર્ટે 18 નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં પાંચમી નવેમ્બરે કૉલ કરીને અભિનેતા શાહરુખ ખાનને ધમકી આપી 50 લાખ રૂપિયાની માગણી કરવાના કેસમાં પોલીસે છત્તીસગઢની રાજધાની રાયપુરથી મંગળવારે વકીલ ફૈઝાન ખાનની ધરપકડ કરી હતી. ગુરુવારે આરોપી ખાનને બાન્દ્રા કોર્ટ સમક્ષ હાજર કરી પોલીસે પૂછપરછ માટે સાત દિવસની કસ્ટડીની માગી હતી.
આપણ વાંચો: શાહરુખ ખાનને ધમકી: રાયપુરના વકીલની ધરપકડ
આરોપીના વકીલ અમિત મિશ્રા અને સુનિલ મિશ્રાએ કોર્ટને જણાવ્યું હતું કે ફૈઝાન ખાનનો મોબાઈલ ફોન ઘટના પૂર્વે જ ચોરાયો હતો. તેમણે દલીલ કરી હતી કે ધમકી આપવા માટે ખાનના મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો તે તેની વિરુદ્ધ કાવતરું હોઈ શકે, કારણ કે ખાને અગાઉ અંજામ ફિલ્મમાં શાહરુખ ખાનના હરણના શિકાર સંબંધી ડાયલોગ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બન્ને પક્ષની દલીલ સાંભળ્યા પછી કોર્ટે ફૈઝાન ખાનને 18 નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઈ)