આમચી મુંબઈ
ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસૈનને આવ્યો હાર્ટ એટેક…
મુંબઇ: ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસૈનને આજે સાંજે હાર્ટ એટેક આવ્યો હતો. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનું બીપી હાઈ થઈ ગયું હતું, તેથી તેઓ હોસ્પિટલમાં ગયા, ત્યાં તેમની તપાસ કરવામાં આવી અને પછી એન્જિયોગ્રાફી કરવામાં આવી. ECG તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હાલ તેમની હાલત સારી હોવાનું કહેવાય છે.
એન્જીયોગ્રાફી કરતા બ્લોકેજ મળી આવ્યું હતું અને ત્યારબાદ સ્ટેન લગાવવામાં આવ્યું હતું. આજે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે. બાદમાં તેમને બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
Taboola Feed