આમચી મુંબઈમનોરંજન

સેબીએ બોલિવૂડ એક્ટર અરશદ વારસી અને તેમની પત્ની પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો

મુંબઈ : સેબીએ આ કેસમાં બોલિવૂડમાં ‘સર્કિટ’ તરીકે પ્રખ્યાત અભિનેતા અરશદ વારસી તેમની પત્ની અને તેમના ભાઈને સિક્યોરિટી માર્કેટમાં 1 વર્ષ માટે પ્રતિબંધિત કર્યા છે. અરશદ વારસી ઉપરાંત સેબી દ્વારા 58 અન્ય લોકોને પણ બજારમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. સેબીનું કહેવું છે કે આ લોકો બજારમાં છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

1.05 કરોડ રૂપિયાની ગેરકાયદે કમાણી જપ્ત કરવાનો પણ આદેશ

સેબીએ આ લોકોને 1 વર્ષ માટે પ્રતિબંધિત કરવા ઉપરાંત કેટલાક લોકો પર 5-5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તેમજ 1.05 કરોડ રૂપિયાની ગેરકાયદે કમાણી જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે. સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ (SBL)ના શેર સાથે ચેડા કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. સેબીના જણાવ્યા અનુસાર આ લોકો કંપનીના શેરના ભાવમાં મનસ્વી રીતે વધારો કરતા હતા અને તેમને વધુ કિંમતે એટલે કે પંપ એન્ડ ડમ્પ દ્વારા વેચતા હતા.

આપણ વાંચો: સેબીનાં પૂર્વ વડા માધવી પુરી બુચને ભ્રષ્ટાચારના આરોપોમાંથી ક્લિનચીટ

ગૌરવ ગુપ્તા સૌથી મોટા લાભાર્થી

આ કેસમાં ગૌરવ ગુપ્તા સૌથી મોટા લાભાર્થી તરીકે ઉભરી આવ્યા હતા. જેમણે પંપ એન્ડ ડમ્પ દ્વારા 18.33 કરોડ રૂપિયા કમાયા હોવાનો આરોપ છે. આ દરમિયાન,સાધના બાયો ઓઇલ્સ પ્રાઇવેટ લિમિટેડે પણ 9.41 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. સેબીએ આ ગેરકાયદે નફાને પરત કરવાનો આદેશ આપ્યો છે.

જતીન મનુભાઈ શાહને 1 કરોડ રૂપિયાનો દંડ

સેબીએ મનીષ મિશ્રા પર 5 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, ગૌરવ ગુપ્તા સહિત અન્ય ઘણા લોકોને 2 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જતીન મનુભાઈ શાહને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ કમાયેલા નફાને પરત કરવા ઉપરાંત લાદવામાં આવ્યો છે.

આપણ વાંચો: શેરબજાર: પ્રાઇમરી માર્કેટ માટે અડધો ડઝન કંપનીને સેબીની મંજૂરી

આ રીતે કરાતી હતી છેતરપિંડી

આ યોજનામાં ‘પંપ એન્ડ ડમ્પ’ યોજનાનો સમાવેશ થતો હતો, જેમાં પ્રમોટરોએ તેમનો હિસ્સો વેચતા પહેલા એસબીએલ( સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ) ના શેરના ભાવમાં કૃત્રિમ રીતે વધારો કરવા માટે ગેરમાર્ગે દોરતા યુટ્યુબ વિડિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ છેતરપિંડીની પ્રવૃત્તિની સંપૂર્ણ વિગતો 8 માર્ચ, 2022 થી 30 નવેમ્બર, 2022 સુધી ચાલેલી સેબી તપાસમાં આપવામાં આવી હતી.

આપણ વાંચો: શેરબજાર: સેબી પાસે સૌથી મોટા મશીનરી એક્સપોર્ટરે ડીઆરએચપી જમા કરાવ્યું

આ પાંચ યુટ્યુબ ચેનલો ઓળખવામાં આવી હતી

શેરબજારમાં રોકાણકારોને યુ ટ્યુબના માધ્યમથી આકર્ષિત કરીને પેઇડ માર્કેટિંગનો સેબીએ પર્દાફાશ કર્યો છે.
જેમાં મહત્વપૂર્ણ ખુલાસામાં સેબીએ પાંચ યુટ્યુબ ચેનલો – ધ એડવાઇઝર, મિડકેપ કોલ્સ, પ્રોફિટ યાત્રા, મનીવાઇઝ અને ઇન્ડિયા બુલિશ – ઓળખી કાઢી છે જે ખોટી માહિતી ફેલાવવામાં સામેલ છે. આ ચેનલોએ એસબીએલના ખોટા પ્રમોશનમાં ભૂમિકા ભજવી હતી.

54 અન્ય લોકો પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો

મનીષ મિશ્રા અને અરશદ વારસી વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ્સમાં વારસી, તેની પત્ની અને તેના ભાઈને 25-25 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનો ઇરાદો જાહેર થયો હતો. સેબીના અંતિમ આદેશમાં સાત વ્યક્તિઓ પર પાંચ વર્ષનો પ્રતિબંધ અને 54 અન્ય લોકો પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button