બોલો, મંત્રાલયમાંથી જ થઈ આટલા લાખ રૂપિયાની ચોરી, એક મહિનામાં બીજી ઘટના…

મુંબઈઃ મુંબઈમાં મંત્રાલય ખાતે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારના શાળેય શિક્ષણ વિભાગમાંથી 47,60,000 રૂપિયા ચોરાઈ ગયા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. આરોપીઓએ શાળેય શિક્ષણ વિભાગના સ્ટેમ્પ, બનાવટી ચેક અને સહી દ્વારા ચાર તબક્કામાં 47,60,000 રૂપિયા કાઢી લીધા હોવાની માહિતી મળી રહી છે.
મંત્રાલયમાં આવેલી બેન્કની બ્રાન્ચમાં અજ્ઞાત ચોર દ્વારા પૈસા કાઢવામાં આવ્યા હોવાને કારણે ખળભળાટ મચી ગયો છે. કુલ ચાર અલગ અલગ વ્યક્તિઓના નામે આ રકમ જમા થઈ હોવાની માહિતી તપાસમાં સામે આવી છે. મંત્રાલયમાં આવેલી બેંકમાં શિક્ષણ વિભાગનું એકાઉન્ટ આવેલું છે. આ ખાતામાંથી પૈસા કાઢવામાં આવ્યા છે. આ પ્રકરણે આરોપીઓએ બનાવટી ચેક, સ્ટેમ્પ અને સહીની મદદથી આધારે ચાર તબક્કામાં પૈસા કઢાવવામાં આવ્યા છે. દરમિયાન આ બીજી વખત આવી ઘટના બની છે.
આપણ વાંચો: MEAએ Katchathevu ટાપુ પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું, જાણો વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શું કહ્યું?
આ પહેલાં પણ એકાદ મહિના પૂર્વે પર્યટન વિભાગના ખાતામાંથી 67 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી અને આ પ્રકરણે પણ મરીન ડ્રાઈવ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એક જ મહિનામાં આ બીજી ઘટના છે અને જે ચાર ખાતામાં આ રકમ જમા કરવામાં આવી છે એ તમામ બેંક એકાઉન્ટ કોલકતાના છે એવી માહિતી મળી રહી છે. નમિતા બગ, પ્રમોદ સિંહ. તપ કુમાર, ઝિતન ખાતુન નામની વ્યક્તિના ખાતામાં આ રકમ જમા કરવામાં આવી છે.
આ પ્રકરણે મરીન ડ્રાઈવ પોલીસે પોલીસ સ્ટેશનમાં નમિતા બગ, પ્રમોદ સિંહ, તપ કુમાર અને ઝિતન ખાતુન એમ ચારેય જણ સામે આઈપીસીની કલમ 419, 420, 465, 467, 471, 473, 34 હેઠળ ગુનો નોંધ્યો છે. આ ચારેય જણ કોણ છે અને આ ચોરીમાં કોનો હાથ છે એ બાબતે પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે.