આમચી મુંબઈ

પ્રફુલ પટેલ માટે સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન, છે એનસીપીમાં પણ…

મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે બુધવારે એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલ પર પોતાના પક્ષ કરતાં ભાજપની નજીક હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમણે એ જ કરવું જોઈએ જે ફક્ત મહારાષ્ટ્ર અને મરાઠી માણસોને સ્વીકાર્ય હોય.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ પટેલોનો નહીં પણ પવારોનો છે એવું જણાવી તેમણે દાવો કર્યો હતો કે એનસીપીના પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરે પણ ભાજપ તરફ ઝુકાવ ધરાવે છે. તેઓ (પટેલ) તેમના પક્ષના નેતા હોવા કરતાં (વડા પ્રધાન નરેન્દ્ર) મોદી અને (કેન્દ્રીય ગૃહમંત્રી અમિત) શાહના વધુ ભક્ત છે.’

પોતે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની રેસમાં નથી એવી સ્પષ્ટતા મંગળવારે કર્યા આછી પ્રફુલ પટેલે અફસોસ વ્યક્ત કર્યો કે એનસીપી સાથે જોડાયેલા ન હોય તેવા લોકો ગયા અઠવાડિયે થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનામાં પવારના મૃત્યુ પછી પાર્ટી દ્વારા લેવામાં આવેલા નિર્ણય વિશે વાત કરી રહ્યા છે.

વિપક્ષ પટેલ પર નિશાન સાધી આરોપ મૂકી રહ્યો છે કે તેઓ અજિત પવારના મૃત્યુ પછી એનસીપીનું નેતૃત્વ કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. રાઉતે એવો પણ આરોપ કર્યો હતો કે શરદ પવાર અને બાળ ઠાકરે દ્વારા સ્થાપિત મૂળ એનસીપી અને શિવસેનામાં થયેલા વિભાજન માટે ભાજપ જવાબદાર છે.
(પીટીઆઈ)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button