આમચી મુંબઈનેશનલ

બિહારની ચૂંટણી પહેલા તહવ્વુરને ફાંસી?: સંજય રાઉતે મોદી સરકારને પૂછ્યા સવાલો

મુંબઈઃ મુંબઈ પરના હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો છે અને તેની સઘન પૂછપરછ થઈ રહી છે ત્યારે રાજકારણીઓના નિવેદનો પણ શરૂ થઈ ગયા છે.

શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સંજય રાઉતે પણ આ મામલે નિવેદન આપી ખળભળાટ મચાવ્યો છે. રાઉતે એવો દાવો કર્યો છે કે તહવ્વુરને બિહાર ચૂંટણી ટાણે જ ફાંસી આપવામાં આવશે. રાઉતે આડકતરી રીતે કહ્યું હતું કે આ રીતે રાણાને ફાંસી આપી ભાજપ બિહારની ચૂંટણીમાં મત ખાટવાની કોશિશ કરશે.

તેમણે તહવ્વુરના પ્રત્યાપણને વખાણ્યું હતું પરંતુ સાથે સવાલ પણ કર્યા હતા. તેમણે બેંકોના કરોડોના નાણા ડુબાવનાર નિરવ મોદી અને મેહલુ ચોક્સીને પાછા લાવવાની માગણી કરી હતી અને નૌકાદળના અધિકારી કુલભુષણ જાધવને મોદી સરકાર પરત કેમ લાવી શકી નથી, તેવો સવાલ પણ કર્યો હતો.

આપણ વાંચો: પીએમ મોદીની વર્ષ 2011ની તહવ્વુર રાણા અંગેની પોસ્ટ વાયરલ, જાણો શું લખ્યું હતુ

રાણાને તાત્કાલિક ફાંસી આપો

સંજય રાઉતે એવી માગણી કરી હતી કે રાણાને તાત્કાલિક ફાંસી આપવામાં આવે તે જરૂરી છે, પરંતુ તેમ નહીં થાય કારણ કે મોદી સરકાર તેને બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ફાંસી આપવાની વેતરણમાં છે.

રાણાને ભારત લાવવા માટે 16 વર્ષથી લડાઈ ચાલી રહી છે અને કૉંગ્રેસના કાળમાં પણ પ્રયત્નો થયા હતા આથી કોઈએ આ માટે જશ લેવો જોઈએ નહીં, તેમ પણ કહ્યું હતું. આ સાથે પાકિસ્તાનની જેલમાં ખોટી રીતે બંધ કરવામાં આવેલા કુલભુષણ જાદવને પણ ભારત સરકાર પરત લાવે તેવી માગણી તેમણે કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button