પહેલી નવેમ્બરે ચૂંટણી પંચને ઝટકો આપીશુંઃ મહાવિકાસ આઘાડીની મોટી જાહેરાત…

મુંબઈ: ચૂંટણી પંચે શાસક પક્ષના ફાયદા માટે મહારાષ્ટ્રની મતદાર યાદીઓમાં ૯૬ લાખ નકલી મતદારો દાખલ કર્યા હોવાનો દાવો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કર્યો છે. થોડા સમય પહેલા મનસેની એક રેલીમાં, ચૂંટણી પંચને ચેતવણી આપતા તેમણે કહ્યું હતું કે “મતદાર યાદીઓમાં ગેરરીતિઓ સુધારવામાં ન આવે ત્યાં સુધી મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ ન કરાવો. છેલ્લા પાંચ વર્ષથી મહારાષ્ટ્રમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ નથી. હજું એક વર્ષ રાહ જોઈશું. પરંતુ, પહેલા મતદાર યાદીઓમાં ગેરરીતિઓ સુધારવી પડશે.”
દરમિયાન, આજે વિપક્ષી પક્ષોએ શિવસેના (યુબીટી) ભવનમાં યોજાયેલી પરિષદમાં વિપક્ષી પક્ષોએ જાહેરાત કરી કે પહેલી નવેમ્બરના રોજ, રાજ્યના તમામ વિપક્ષી પક્ષો એક ભવ્ય કૂચ કરશે.
આ પ્રસંગે સંજય રાઉતે કહ્યું કે પહેલી નવેમ્બરના રોજ મુંબઈમાં ચૂંટણી પંચના મનસ્વી અને ભ્રષ્ટ વહીવટ સામે સર્વપક્ષીય ભવ્ય કૂચ યોજાશે. દરેક જિલ્લા અને ગામના લોકો જેમણે પોતાનો મત આપવાનો અધિકાર ગુમાવ્યો છે તેઓ આ કૂચમાં આવશે. અમે દેશના વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ચૂંટણી પંચને મતદારોની તાકાત બતાવીશું. ચૂંટણી પંચને ઝટકો આપવો જરૂરી છે.