આમચી મુંબઈમહારાષ્ટ્ર

Chandrababu Naidu અને નીતીશ કુમાર અંગે સંજય રાઉતે આપી આ પ્રતિક્રિયા

મુંબઈ: લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના પરિણામો પછી ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નહીં હોવા છતાં સાથી પક્ષોને લઈને એનડીએ સરકાર બનાવશે. આગામી સરકાર રચવામાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ (Chandrababu Naidu) અને જનતા દળ (યુ)ના સર્વેસર્વા નીતીશ કુમાર (Nitish Kumar)ની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે.

આ સંદર્ભે શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે (Sanjay Raut) ભાજપનું નામ લીધા વિના આજે જણાવ્યું હતું કે આપખુદ શાસનકર્તા સાથે હાથ મિલાવવા કે નહીં એનો નિર્ણય ચંદ્રબાબુ અને નીતીશ કુમારે લેવાનો છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીઃ મુંબઈની ‘લાઈફલાઈન’માં ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે કર્યો પ્રવાસ

પત્રકારો સાથેની વાતચીતમાં રાઉતે જણાવ્યું હતું કે જો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઈન્ડિ ગઠબંધન સરકારનું નેતૃત્વ લેવાનો નિર્ણય લેશે તો અમારો પક્ષ એનો વિરોધ નહીં કરે. વડા પ્રધાન મોદીએ નૈતિક પરાજય સ્વીકારી લેવો જોઈએ અને મોદી બ્રાન્ડનો પ્રભાવ ખતમ થયો છે એ પણ સ્વીકારી લેવું જોઈએ.

ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશ કુમાર વિશે બોલતા સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘આપખુદ શાસક સાથે જવું કે લોકશાહી પદ્ધતિથી કામ કરતા લોકો સાથે રહેવું એનો નિર્ણય તેમણે કરવાનો છે. મને નથી લાગતું કે તેઓ આપખુદ શાસકની પંગતમાં બેસે. મોદીજી ત્રીજી વાર સરકાર નહીં રચી શકે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો