આમચી મુંબઈ

‘ઓપરેશન સિંદૂર એક નિષ્ફળતા છે’: સંજય રાઉતે અમિત શાહના રાજીનામાની માગણી કરી

‘જો શિવસેનાના સ્થાપક સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરે જીવતા હોત, તો તેઓ ઓપરેશન સિંદૂર માટે મોદીને ગળે લગાવત’ પર રાઉતનો જવાબ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર પ્રહાર કરતા શિવસેના (યુબીટી)ના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે ગુરુવારે પાકિસ્તાન વિરુદ્ધના ઓપરેશન સિંદૂરને નિષ્ફળતા ગણાવીને એક નવો વિવાદ ઉભો કર્યો હતો અને અમિત શાહનું રાજીનામું માગીને સનસનાટી ફેલાવી દીધી હતી.

જેમ મેં પહેલા કહ્યું હતું તેમ ઓપરેશન સિંદૂર એક નિષ્ફળતા હતી. જોકે, રાષ્ટ્રના હિતમાં, અમે વિપક્ષના સભ્યો તેના વિશે વાત કરી રહ્યા નથી, એમ શિવસેના (યુબીટી)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી રાઉતે કહ્યું હતું.

આપણ વાંચો: મહાવિકાસ આઘાડીને ‘પાડવા’ માટે હવે સંજય રાઉતે કર્યો નવો દાવો, દિલ્હીમાં રચાયું કાવતરું

‘ઓપરેશન સિંદૂરની જરૂર કેમ પડી… આતંકવાદીઓએ આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓના કપાળ પરથી સિંદૂર ભૂંસી નાખ્યું,’ તેમણે પર્યટકો પર પહલગામ આતંકવાદી હુમલા માટે શાહને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે પહલગામ ફક્ત અને ફક્ત શાહના કારણે થયું. તેમણે રાજીનામું આપવું જોઈએ હકીકતમાં, મોદીએ તેમનું રાજીનામું માગવું જોઈતું હતું. તેઓ ગૃહપ્રધાન તરીકે નિષ્ફળ રહ્યા છે, એમ રાઉતે કહ્યું હતું.

રાઉતે સવાલ કર્યો હતો કે પહલગામ ઘટનામાં સામેલ આતંકવાદીઓ હજુ સુધી કેમ પકડાયા નથી. તેઓ ક્યાં છે. તમે આતંકવાદીઓને ક્યાં છુપાવ્યા છે? ગુજરાતમાં, દાહોદમાં? મોદી ગઈકાલે દાહોદમાં હતા. તેઓ તે સ્થાનથી ગર્જના કરી રહ્યા હતા જ્યાં (મુઘલ સમ્રાટ) ઔરંગઝેબનો જન્મ થયો હતો, એમ રાઉતે કહ્યું હતું.

આપણ વાંચો: સંજય રાઉતે પહલગામ આતંકવાદી હુમલા માટે ભાજપની ‘નફરતની રાજનીતિ’ને જવાબદાર ગણાવી

પત્રકાર-રાજકારણીએ શાહના રાજીનામા અને પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માગણી કરી હતી.

શાહ આપણને શીખવવાનો પ્રયાસ કરી રહ્યા છે… તેઓ મહારાષ્ટ્રભરમાં પ્રવાસ કરી રહ્યા છે… નાંદેડમાં, તેમણે ‘આદર્શ-પ્રસિદ્ધ’ અશોક ચવ્હાણના ઘરે જઈને રાત્રિભોજન કર્યું… તેઓએ આમરસ-પુરી અને ઢોકળા ખાધા… ફોટા જુઓ,’ એમ રાઉતે આદર્શ કૌભાંડનો ઉલ્લેખ કરતા કહ્યું હતું, જેના પછી ચવ્હાણને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.

રાઉતની ટિપ્પણી શાહની ટિપ્પણીને પગલે આવી છે કે જો શિવસેનાના સ્થાપક સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરે જીવતા હોત, તો તેઓ ઓપરેશન સિંદૂર માટે મોદીને ગળે લગાવતા.

‘ભાજપ કેન્દ્રમાં 11 વર્ષથી સત્તામાં છે… રાજ્યમાં તેઓ સાડા ત્રણ વર્ષથી સત્તામાં છે… છતાં પણ તેઓ મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને ડો. મનમોહન સિંહને દોષી ઠેરવશે,’ એમ તેમણે કહ્યું હતું.

‘વીર સાવરકરે અખંડ ભારત વિશે વાત કરી હતી… પરંતુ (યુનાઇટેડ સ્ટેટ્સ) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર સશસ્ત્ર દળોને રોકાઈ જવા માટે કહેવામાં આવ્યું હતું, એવો ગંભીર આક્ષેપ તેમણે કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button