મુંબઈમાં અનધિકૃત બાંધકામોની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ કરશે: ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના વિસ્તારમાં અનધિકૃત બાંધકામોની તપાસ માટે ભૂતપૂર્વ ન્યાયાધીશના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવશે. ‘આ સમિતિના અહેવાલને આધારે, દોષી સરકારી અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે,’ એમ ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે મંગળવારે વિધાન પરિષદમાં જણાવ્યું હતું.
મુંબઈમાં અનધિકૃત બાંધકામ અંગે વિધાન પરિષદના સભ્યો સચિન આહિર, એડવોકેટ અનિલ પરબ, ભાઈ જગતાપ, પ્રવીણ દરેકર, સુનિલ શિંદેએ ધ્યાનાકર્ષક ઠરાવ માંડ્યો હતો.
આપણ વાંચો: એકનાથ શિંદેએ બુલેટ ટ્રેનના દિવા સ્ટેશનને થાણે સાથે જોડવા માટે નવી મેટ્રો લાઇનની જાહેરાત કરી
સામંતે જણાવ્યું હતું કે, હાલમાં આઠ વોર્ડમાં 7,951 અનધિકૃત બાંધકામો છે, જેમાંથી 1,211 બાંધકામો હટાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત 2,015 બાંધકામ પ્રોજેક્ટ્સ સંબંધિત કેસ અદાલતોમાં ચાલી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર અનધિકૃત બાંધકામોના મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.