આમચી મુંબઈમહારાષ્ટ્ર

નહેરુ-ગાંધીની ત્રણ પેઢીથી અનામતનો વિરોધ કરાઇ રહ્યો છે: બાવનકુળે

નાગપુર: ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને રાજીવ ગાંધી સહિતના નહેરુ-ગાંધી પરિવારના ત્રણ પેઢીના નેતાઓ અનામતનો વિરોધ કરી રહ્યા છે, એવો આક્ષેપ મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકૂળેએ કર્યો હતો.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દેશ વિરોધી નિવેદનો કરતા રોકવા જોઇએ તથા તેમને અનામત મુદ્દે તેમનું વલણ સ્પષ્ટ કરવાનું કહેવું જોઇએ, એમ બાવનકુળેએ વધુમાં જણાવ્યું હતું.

ભાજપના નેતા અનિલ બોંડેએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની જીભને બાળી નાખવી જોઇએ, જ્યારે શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે તો અનામતની સિસ્ટમ જ દૂર કરવાની ટિપ્પણી કરનાર રાહુલ ગાંધીની જીભના જે કોઇ ટુકડા કરશે તેને રૂ. ૧૧ લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ વિવાદ ઊભો થયો હતો.

આપણ વાંચો: Audi Accident: બાવનકુળેના પુત્ર, મિત્રોની બારની મુલાકાતના CCTV ફૂટેજ ગાયબ, DVR જપ્ત

એક પત્રકાર પરિષદને સંબોધતા બાવનકુળેએ કહ્યું હતું કે તેઓ અને તેમનો પક્ષ બોંડે અને ગાયકવાડના નિવેદનોને સમર્થન નથી આપતા. તેઓને આવા નિવેદનો આપવા ન જોઇએ, પણ રાહુલ ગાંધીએ પણ કંઇ પણ કહેવા પહેલા વિચારવું જોઇએ અને ભારત વિરોધી નિવેદનો ન આપવા જોઇએ. તેઓને આવી આદત છે એ હું તેમની ત્રણ પેઢીથી જોઇ રહ્યો છું.

ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા અનુસૂચિત જાતિ/જનજાતિને આપવામાં આવેલા અનામતનો જવાહરલાલ નહેરુ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. એવી જ રીતે રાજીવ ગાંધી દ્વારા પણ અનામતનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે બુદ્ધી વગરના લોકોને અનામતની જરૂર પડે છે, એમ બાવનકુળેએ વધુમાં કહ્યું હતું.

હવે તેમની ત્રીજી પેઢીના રાહુલ ગાંધી અમેરિકામાં જઇને કહે છે કે તેઓ અનામત દૂર કરશે, એમ જણાવતા બાવનકુળેએ ઉમેર્યું હતું કે મહારાષ્ટ્રમાં આવવા પહેલા રાહુલ ગાંધીએ અનામત મુદ્દે તેમનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button