શું રેખા ઝુનઝુનવાલાને પહેલેથી જ ખબર હતી? ઓનલાઇન ગેમિંગ કંપનીના શેર વેચીને આટલા કરોડ બચાવ્યા…

મુંબઈ: ભારતના સ્વર્ગસ્થ દિગ્ગજ સ્ટોક ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલા ‘ભારતના વોરેન બફેટ’ અને ‘બીલ બુલ ઓફ ઇન્ડિયા’ તરીકે જાણીતા હતા, તેમનાં પત્ની રેખા ઝુનઝુનવાલા(Rekha Jhunjhunwala)ને પણ ખુબ મહેર સ્ટોક ઇન્વેસ્ટર માનવામાં આવે છે.
તાજેતરમાં સંસદમાંથી પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થયા બાદ, તેઓ ચર્ચામાં છે. અહેવાલ મુજબ આ બિલ પસાર થયાના થોડા મહિના પહેલા રેખા ઝુનઝુનવાલાએ ઓનલાઈન ગેમિંગ ફર્મ નઝારા ટેક્નોલોજીસ(Nazara Technologies)માં હિસ્સો વેચી દીધો હતો, જેને કારણે હાલમાં કંપનીના શેરોના ક્રેશથી બચી ગયા.
પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થતા નઝારા ટેક્નોલોજીસના શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો. જેને કારણે ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ, દિગ્ગજ રોકાણકાર મધુસુદન કેલા અને પ્લુટસ વેલ્થ મેનેજમેન્ટના અર્પિત ખંડેલવાલને ભારે નુકસાન થયું છે.
જ્યારે રેખા ઝુનઝુનવાલાએ આ કંપનીમાં તેમની હિસ્સો જૂન 2025માં જ વેચી નાખ્યો હતો.
શુક્રવારે સાંજે પુરા થતા પાંચ સત્રોમાં શેર 17.58% થી વધુ તૂટી તૂટ્યા હતાં, અહેવાલ મુજબ સમયસર શેર વેચી દેતા રેખા ઝુનઝુનવાલાએ રૂ.334 કરોડ બચાવ્યા હતાં.
શું રેખા પાસે હતી સરકારની અંદરની માહિતી?
હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકો ચર્ચા કરી રહ્યા છે કે ધનિકો પાસે સરકારની અંદરની માહિતી પહેલાથી પહોંચી જતી હોય છે.
X પર એક યુઝરે લખ્યું ,”દરેક વ્યક્તિને સમાન માહિતીની ઍક્સેસ હોતી નથી, જેને કારણે આ સંપત્તિ અને તેના CAGR માં તફાવત ઉભો થાય છે.”
અન્ય એક યુઝરે લખ્યું, “ધનિકોને વહેલી માહિતી મળી જાય છે, તેને કારણે તેઓ વહેલા રસ્તો શોધી કાઢે છે. આ કઠોર વાસ્તવિકતા છે.”
ઘણા લોકોએ આ દાવા ફાગવી દીધા. એક યુઝરે લખ્યું, “આ અમીરોની વાત નથી. નઝારા ટેક્નોલોજીસના શર વેચવાએ એ કોમન સેન્સ હતી. મેં પણ મારા બધા જ 1312માં વેચી દીધા, જે મેં લગભગ એક વર્ષ સુધી રાખ્યા હતાં”
આ પણ વાંચો…કવર સ્ટોરી : દલાલ સ્ટ્રીટમાંથી અમેરિકાની જેન સ્ટ્રીટ કઇ રીતે કમાઈ બાર હજારના લાખ!