તો મરાઠા-ઓબીસી ક્વોટા વિવાદ ઉકેલવામાં સરકારને ટેકો આપવા તૈયાર: દાનવે
છત્રપતિ સંભાજીનગર: શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ સોમવારે મરાઠા-ઓબીસી ક્વોટાના વિવાદને ઉકેલવા માટે મહારાષ્ટ્ર સરકારને સમર્થન આપવા માટે વિપક્ષ તૈયાર હોવાનો દાવો કર્યો હતો, જો કે તે આ વિવાદાસ્પદ મુદ્દા પર આગળ વધવા માટે સ્પષ્ટ રોડમેપ વિપક્ષ સાથે શેર કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
રાજ્ય વિધાન પરિષદમાં વિપક્ષના નેતા દાનવેએ મરાઠા ક્વોટાના મુદ્દે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષી બેઠકનો બહિષ્કાર કરવા બદલ મહા વિકાસ અઘાડીની કરવામાં આવી રહેલી ટીકા વચ્ચે સમાધાનકારી સૂર અપનાવતા જણાયા હતા.
આ પણ વાંચો: મરાઠાઓને ઓબીસી ક્વોટામાંથી અનામત આપી શકાય નહીં: ભૂજબળ
દાનવેએ જણાવ્યું હતું કે જો તેઓ અમને જણાવે કે તેઓ ઓબીસી-મરાઠા આરક્ષણના મુદ્દાને કેવી રીતે ઉકેલવા જઈ રહ્યા છે તો વિપક્ષ સરકારને સાથ આપવા તૈયાર છે.
તેમણે આરોપ લગાવ્યો કે સરકાર મરાઠા સમુદાય સાથે અલગથી બેઠકો કરે છે અને વિરોધ પક્ષો સાથે ચર્ચાની સ્થિતિ વિશેની માહિતી જાહેર કરતી નથી. ઉલટું જ્યારે સરકાર મુશ્કેલીમાં આવે છે ત્યારે તેઓ વિપક્ષને યાદ કરે છે.
(પીટીઆઈ)