ઉનાળામાં વાંચો Moonsoon News: મુંબઈગરા પર તોળાશે આટલા દિવસનું જોખમ!

મુંબઈઃ એપ્રિલ મહિનાની વિદાય પછી મે મહિનાની સવારી આવી ગઈ છે, જેમાં આગામી દિવસોમાં સૂર્ય નારાયણ દાદા આકરી ગરમીનો પરચો બતાવશે ત્યારે મુંબઈ મહાનગર પાલિકાએ ચોમાસાની તૈયારીઓ સાથે મોટી જાહેરાત કરી ચૂકી છે.
આગામી દિવસોમાં ગરમી સાથે તેના સંબંધિત વિવિધ બીમારીમાં વધારો થશે, પરંતુ મુંબઈ મહાનગર પાલિકાએ ચોમાસા સંબંધિત વિવિધ જાહેરાત કરી છે, જેમાં ચોમાસાના દિવસોમાં લગભગ 22 વખત હાઈ ટાઈડનું જોખમ રહેશે. આ વર્ષે પ્રી મોન્સૂન એટલે એપ્રિલ મહિનાથી જૂન સુધી (જ્યાં સુધી ભારતમાં મોન્સૂન મજબૂત થાય નહીં) ત્યાં સુધી કોઈ તોફાનના વર્તારા નથી, પરંતુ આ વખતે ચોમાસામાં જબરદસ્ત તોફાન આવશે, તેનાથી મુંબઈ જળબંબાકાર થવાની શક્યતા રહેશે.
આપણ વાંચો: ઉનાળામાં શીતળતા બક્ષે ગુણકારી શેરડી
આગામી ચોમાસાની સિઝન દરમિયાન 4.84 મીટરથી ઊંચી 22 હાઈ ટાઈડનું જોખમ રહેશે. આ હાઈ ટાઈડ જૂન અને સપ્ટેમ્બર 2024ની વચ્ચે આવવાની સંભાવના છે, તેનાથી મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ ઊભું થઈ શખે છે. ભારે વરસાદ સાથે હાઈ ટાઈડનું જોખમ પણ વધારે રહે છે, તેની જનજીવન પર પણ અસર પડશે.
જૂન મહિનાના સાત દિવસ 4.5 મીટરથી વધુ હાઈ ટાઈડનું જોખમ રહેશે જ્યારે જુલાઈમાં ચાર દિવસ, ઓગસ્ટમાં પાંચ દિવસ, સપ્ટેમ્બરમાં છ દિવસ રહેશે. હાઈ ટાઈડના દિવસો દરમિયાન મુંબઈગરાઓએ સાવધ રહેવું પડશે, જ્યારે સુરક્ષા સંબંધિત જરુરી નિયમોનું પાલન કરવાની પાલિકાએ અપીલ કરી છે.