આમચી મુંબઈ

રાયગડની પોલિક્લિનિકમાં ગર્લફ્રેન્ડની હત્યા કરી યુવાને પણ જીવન ટૂંકાવ્યું

મુંબઈ: અવગણના કરવામાં આવતી હોવાની શંકા પરથી રાયગડ જિલ્લાની પોલિક્લિનિકમાં દાતરડાથી હુમલો કરી ગર્લફ્રેન્ડની કરપીણ હત્યા કર્યા બાદ યુવાને પણ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની સાંજે પ્રકાશમાં આવી હતી. મૃતક પોર્ણિમા દેસાઈ (22) પાલીના પારલી વિસ્તારમાં આવેલી પોલિક્લિનિકમાં નર્સ તરીકે કામ કરતી હતી. દેસાઈ કામેથી ઘરે પાછી ન ફરતાં અને કૉલ્સ પણ રિસીવ કરતી ન હોવાથી ભાઈ મંગળવારની સાંજે પોલિક્લિનિક પહોંચ્યો હતો.

આપણ વાંચો: ભિવંડીમાં મહિલા, તેની ત્રણ પુત્રી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી મૃત્યુ માટે કોઇને જવાબદાર ન ઠેરવવાનો ‘સુસાઇડ નોટ’માં ઉલ્લેખ…

પોલીસની હાજરીમાં પોલિક્લિનિકનો દરવાજો તોડવામાં આવતાં દેસાઈ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી, જ્યારે શેખર દુધાણે (26) સીલિંગ ફૅન સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં નજરે પડ્યો હતો. મોબાઈલ શૉપમાં કામ કરતો દુધાણે અને દેસાઈ વચ્ચે પ્રેમપ્રકરણ હતુું. જોકે છેલ્લા કેટલાક દિવસથી દેસાઈ અવગણના કરતી હોવાની સંકા દુધાણેને હતી. આ વાતને લઈ તેમની વચ્ચે ઝઘડો પણ થયો હતો.

મંગળવારની બપોરે 12.30 વાગ્યાની આસપાસ દુધાણે ગુસ્સામાં ઘટનાસ્થળે પહોંચ્યો હતો. દાતરડાથી હુમલો કરી દેસાઈની હત્યા કર્યા પછી તેણે આપઘાત કર્યો હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button