આમચી મુંબઈમહારાષ્ટ્ર

Rajyasabha Election: ‘મહાયુતિ’ના બધા ઉમેદવારો વિજયી થવાનો કોણે કર્યો દાવો?

મહારાષ્ટ્રમાંથી ઉમેદવારીપત્ર ભરવાનો પ્રારંભ

મુંબઈ: આગામી રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election)માં મહાયુતિ (ભાજપ, શિવસેના અને એનસીપી)ના બધા જ ઉમેદવારો વિજય મેળવશે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

હાલમાં કૉંગ્રેસમાંથી પોતાના જૂથની શિવસેનામાં સામેલ થયેલા મિલિંદ દેવરા વિશે પણ રસપ્રદ વાત યાદ કરી હતી. મહાયુતિના ઉમેદવારોએ ગુરુવારે વિધાનભવનમાં ઉમેદવારી પત્ર ભર્યા ત્યારે શિંદે પણ હાજર રહ્યા હતા, એ દરમિયાન તેમણે મહાયુતિની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

શિંદેએ કહ્યું હતું કે મિલિંદ દેવરાના કારણે અમારી મહાયુતિ મજબૂત બનશે. તેમના દરેક સ્તરના સંપર્કોનો અમને ફાયદો થશે. રાજ્યસભાના સાંસદપદની કારણે પક્ષ પણ મજબૂત થશે. સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરે અને મુરલી દેવરા(મિલિંદ દેવરાના પિતા)ના પણ સારા સંબંધો હતા.

મુરલી દેવરા જ્યારે મેયરપદના દાવેદાર હતા, ત્યારે બાળાસાહેબ ઠાકરેએ તેમની મદદ કરી હતી. એટલે બાળાસાહેબ ઠાકરે અને દેવરા કુટુંબનું ઋણાનુબંધ છે. આ રાજ્યસભાની ચૂંટણીમાં મહાયુતિના તમામ ઉમેદવારો જીતશે. અમારી પાસે બહુમત છે. આ ચૂંટણી બિનવિરોધ પાર પડે એવી શક્યતા પણ છે. બુધવારે મહારાષ્ટ્રના રાજકીય પક્ષોએ પોતપોતાના રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. જ્યાર બાદ ગુરુવારે મહાયુતિના ત્રણ ઉમેદવારોએ વિધાનભવન પહોંચીને ઉમેદવારી પત્ર ભર્યા હતા.

કૉંગ્રેસમાંથી એકનાથ શિંદે જૂથની શિવસેનામાં સામેલ થયેલા મિલિંદ દેવરા, કૉંગ્રેસને મોટો ઝટકો આપી ભાજપમાં જોડાનારા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ તેમ જ અજિત પવાર જૂથના પ્રફુલ્લ પટેલે વિધાન ભવન પહોંચીને રાજ્યસભાની ચૂંટણી માટેના ઉમેદવારી પત્ર ભર્યા હતા. જોકે, હજી સુધી ભાજપે જાહેર કરેલા તેમના ઉમેદવાર ડૉક્ટર અજિત ગોપછડે, મેધા કુલકર્ણીએ ઉમેદવાપત્ર ભરવાના બાકી છે. કૉંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત હંડોરેએ પણ હજી સુધી ઉમેદવારીપત્ર ભર્યું નથી.

આ રાજ્યસભાની ચૂંટણી પૂર્વે સૌથી મોટો ઝટકો કૉંગ્રેસને અશોક ચવ્હાણ અને મિલિંદ દેવરાની વિદાયથી પડ્યો છે. આ બંને દિગ્ગજ નેતાએ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો તેની અસર આગામી લોકસભાની ચૂંટણી પર પણ પડશે, એવો રાજકીય વર્તુળોએ દાવો કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme