મત-ચોરીના આરોપો: રાહુલ ગાંધીને શરદ પવારની મોટી સલાહ…

મુંબઈઃ મહારાષ્ટ્ર અને કર્ણાટકની ચૂંટણીમાં ગેરરીતિ કરવા મુદ્દે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપો મૂક્વામાં આવ્યો હતા. ચૂંટણી પંચની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર મતચોરી કરવાના ગંભીર આરોપો મૂક્યા હતા જેને લઈ શરદ પવારે પણ પ્રતિક્રિયા આપી છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીમાં ગેરરીતિના આરોપો મુદ્દે ભાજપ અને ઈલેક્શન કમિશન પર ગંભીર આરોપો મૂક્યા હતા. પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પંચ પર મતચોરી મુદ્દે ગંભીર આરોપો મૂક્યા પછી ચૂંટણી પંચે આરોપોને ફગાવ્યા હતા. રાહુલ ગાંધીએ ગુરુવારે ઈન્ડિ. ગઠબંધનના નેતાઓને પણ પ્રેઝન્ટેશન આપ્યું હતું.
આ પ્રેઝન્ટેન્શન પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના પ્રમુખ શરદ પવારે રાહુલ ગાંધીને સલાહ આપી હતી કે આ પ્રેઝન્ટેશન સમગ્ર દેશના તહસીલ અને તાલુકામાં દર્શાવવું જોઈએ. આ બાબતની માહિતી શરદ પવારની દીકરી અને સાંસદ સુપ્રિયા સુળેએ આપી હતી.
સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ વિસ્તારપૂર્વક અમને પ્રેઝન્ટેશન બતાવ્યું હતું અને સારી ચર્ચા થઈ હતી. શરદ પવારે સલાહ આપી છે કે દરેક રાજ્યમાં તેનું પ્રેઝન્ટેશન આપવામાં આવે. દરેક જિલ્લા અને તાલુકામાં પ્રેઝન્ટ કરવું જોઈએ. દેશ જે રીતે સશક્ત લોકશાહીમાં વિશ્વાસ કરે છે અને તેમને આ પ્રેઝન્ટેશન બતાવવું જોઈએ. જે પણ સત્ય હોય કે પછી અસત્ય એ બહાર આવવું જોઈએ. ચૂંટણી પંચ જો સ્વતંત્ર સંસ્થા છે તો જવાબ આપવો જોઈએ અને તમામ જાણકારી વેબસાઈટ પરથી મળી છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દરેક ભારતીય નાગરિકને બંધારણે મતદાન કરવાનો અધિકાર આપ્યો છે અને આપણે તેની રક્ષા કરવાની છે. અમે બંધારણની રક્ષા કરી છે અને ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બંધારણ પર હુમલો કર્યો હતો. કર્ણાટક વિધાનસભાની મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારમાં 1 લાખ મતની ચોરી કરી હતી અને મને વિશ્વાસ છે કે ભારતમાં 100થી વધુ એવી બેઠક છે, જ્યાં મતની ચોરી થઈ હતી.
આ પણ વાંચો…રાહુલ ગાંધીનો વધુ એક ઘટસ્ફોટ; ચૂંટણી પંચ પર દેશદ્રોહના આરોપ લગાવ્યા