આમચી મુંબઈમહારાષ્ટ્ર

લોનાવલામાં દિવ્યાંગ વિદ્યાર્થિનીનું રેગિંગ: રેગિંગ સહન ન થતાં આવ્યો બ્રેઇન સ્ટ્રોક

રેગિંગ સહન ન થતાં આવ્યો બ્રેઇન સ્ટ્રોક

પુણે: લોનાવલામાં જાણીતી કોલેજમાં ભણતી દિવ્યાંગ વિદ્યાર્થિનીનું રેગિંગ કરવામાં આવ્યું હતું, જે સહન ન થતાં તેને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પરિવારજનોએ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

19 વર્ષની પીડિતા અન્ય ત્રણ વિદ્યાર્થિની સાથે લોનાવલામાં હોસ્ટેલમાં રહે છે. ત્રણેય વિદ્યાર્થિની પીડિતાને ખૂબ ત્રાસ આપતી હતી. તેને ટોણા મારવામાં આવતા, તેને બાથરૂમમાં ગોંધી રાખવામાં આવતી અને ચાકુની ધાકે ધમકાવવામાં આવતી હતી, જેમાં તેને ઇજા પણ થઇ હતી.

આપણ વાંચો: રશિયન પિતા અને મરાઠી બ્રાહ્મણ પરિવારની પુત્રી યે નીલી નીલી આંખે…

છેલ્લા બે-ત્રણ મહિનાથી આવું ચાલી રહ્યું હતું અને પીડિતાએ તેની જાણ પરિવારજનોને કરી હતી. પીડિતાના પિતાએ એક વિદ્યાર્થિનીના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે તમારી પુત્રી મારી પુત્રીનું રેગિંગ કરી રહી હતી, ત્યારે વિદ્યાર્થિનીના પિતાએ પોતે લશ્કરનો જવાન હોવાનું કહીંને પીડિતાના પિતાને ધમકાવ્યો હતો.

પીડિતાએ કોલેજની પ્રિન્સિપાલને આ અંગે ફરિયાદ કરી ત્યારે તારી કારકિર્દી ખતમ થઇ જશે, એવું કહીંને તેને ફરિયાદ પાછી લેવાનું કહેવામાં આવ્યું હતું. પીડિતા ત્યાર બાદ ડિપ્રેશનમાં આવી ગઇ હતી અને તેને 12 માર્ચે રાતે બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો, એવો આરોપી તેના પરિવારજનોએ કર્યો હતો. પીડિતાને પિંપરી-ચિંચવડ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોઇ ત્યાં આઇસીયુમાં તેની સારવાર ચાલી રહી છે.

દરમિયાન લોનાવલા ગ્રામીણ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ધુમાળે જણાવ્યું હતું કે અમે રેગિંગ એક્ટ હેઠળ તપાસ કરી રહ્યા છીએ. પીડિતા હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહી હોવાથી તેનું નિવેદન હજી નોંધવામાં આવ્યું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button