રાધિકા મર્ચન્ટે સસ્તા વ્હાઈટ ડ્રેસ સાથે કેરી કરેલી પર્સની કિંમત જાણો છો?

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. આ પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહેતો હોય છે. ગઈકાલે જ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સફેદ કલરનો સિમ્પલ આઉટફિટ પહેરીને મિત્રો સાથે શોપિંગ પર ગઈ હતી એ સમયના તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે. પરંતુ શું તમને રાધિકાના આ સિમ્પલ આઉટફિટની કે તેણે એની સાથે કેરી કરેલી હેન્ડબેગની કિંમત ખબર છે? નહીં ને? ચાલો તમને જણાવીએ.
રાધિકા મર્ચન્ટ પોતાની સ્ટાઈલ અને ફેશનથી હંમેશા જ લોકોના દિલ જિતી લે છે અને તે ચર્ચાનું કેન્દ્ર બને છે. હાલમાં જ રાધિકાનો વ્હાઈટ ડ્રેસવાળો લૂક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે રાધિકા કોઈ સ્ટોર લોન્ચ પર પહોંચી હતી. આ ઈવેન્ટ માટે રાધિકાએ ચમક-ધમકવાળા આઉટફિટને બદલે સિમ્પલ વ્હાઈટ મિડી ડ્રેસ પહેર્યો હતો.
રાધિકા આ સેલ્ફ ડિઝાઈનવાળો વ્હાઈટ ડ્રેસ ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. સેલ્ફ પોટ્રેટ બ્રાન્ડના આ આઉટફિટની કિંમત 24,222 રૂપિયા છે. રાધિકાએ પોતાના આ લૂકને ડાયમંડ પેન્ડન્ટ અને બ્લેક બીડેડ મંગળસૂત્ર સાથે પેયરઅપ કર્યું હતું.
Also read: તો આ કારણે રાધિકા મરચન્ટે લગ્નમાં પહેર્યા બહેનના ઘરેણા…
આ ડ્રેસ સાથ રાધિકાએ લોરો પિયાના બ્રાન્ડનો બેજ શોલ્ડર સ્લિંગ બેગ કેરી કરી હતી અને એની કિંમત 2,36,228 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. રાધિકાએ પોતાના લૂકને સિમ્પલ રાખવા માટે નો મેકઅપ લૂક રાખ્યો હતો અને રાધિકા ખરેખર આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાધિકા મર્ચન્ટ અવારનવાર સિમ્પલ અને સાદગીથી ભરપૂર અંદાજમાં જોવા મળે છે. આ જ અઠવાડિયામાં રાધિકા આખા પરિવાર સાથે પ્રયાગરાજ ખાતે ચાલી રહેલાં મહાકુંભમાં પહોંચી હતી. આ સમયે પણ તેણે તેનો લૂક ખૂબ જ સિમ્પલ અને સોબર રાખ્યો હતો.