તો આ કારણે રાધિકા મરચન્ટે લગ્નમાં પહેર્યા બહેનના ઘરેણા…
લગ્નના દિવસે અંબાણી પરિવારની નાની વહુ પરંપરાગત ગુજરાતી લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે, રાધિકાએ ડિઝાઇનર્સ અબુ જાની અને સંદીપ ખોસલાના ગુજરાતી શૈલીના ચણિયા-ચોળી પહેર્યા હતા. રાધિકા મરચન્ટના લુક ઉપરાંત તેની જ્વેલરીએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. રાધિકાની જ્વેલરી પણ ખાસ હતી. સોનમ કપૂરની બહેન રિયા કપૂરે દુલ્હનની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં રાધિકા તેના વેડિંગ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
રાધિકા મરચન્ટે લગ્નમાં પહેરેલી જ્વેલરીની પણ ઘણી ચર્ચા થઇ રહી છે. એમ જાણવા મળ્યું હતું કે લગ્નમાં રાધિકા મરચન્ટે તેની બહેનના ઘરેણા પહેર્યા હતા. આપણે હકીકત જાણીએ. લગ્નની તસવીરોમાં રાધિકા જે જ્વેલરી પહેરેલી જોવા મળી તે તેમના પરિવારની ફેમિલી જ્વેલરી છે. આ જ્વેલરી પહેલા રાધિકાના દાદી, ત્યાર બાદ તેની માતા અને ત્યાર બાદ તેની બહેન પહેરી ચૂક્યા છે. હવે રાધિકાએ પણ પોતાના લગ્નમાં આ જ જ્વેલરી પહેરીને ખાનદાની પરંપરા નિભાવી હતી. અંજલિએ તેના લગ્નમાં સફેદ લહેંગા સાથે આ પોલ્કી નેકલેસ, ઇયરિંગ્સ અને માંગ ટીકા પહેર્યા હતા.
રાધિકા મર્ચન્ટની પોલ્કી જ્વેલરીમાં મોટા હીરા અને નીલમણિ નેકપીસ, ચોકર, મેચિંગ એરિંગ્સ અને માંગ ટીક્કાનો સમાવેશ થાય છે. રાધિકાએ જે કુંદન ચોકર, માંગટિકા, હાથફૂલ અને કાનની બુટ્ટી પહેરી હતી તે તેની બહેન અંજલિ મર્ચન્ટે તેના લગ્નમાં પહેરી હતી. રાધિકા મર્ચન્ટે અગાઉ 2018માં ઈશા અંબાણીના રિસેપ્શનમાં આ અદભૂત જ્વેલરી પહેરી હતી.
રાધિકાએ તેના મામેરુ સમારોહમાં પણ મનીષ મલ્હોત્રાના બાંધણી લહેંગા સાથે તેની મમ્મી શૈલા મર્ચન્ટના ઝવેરાત પહેર્યા હતા. રાધિકાની મમ્મીએ તેમના મોસાળુ સમારોહમાં આ જ ઘરેણા પહેર્યા હતા. આ ઉપરાંત રાધિકાએ તેની ગૃહ શાંતિ પૂજામાં તેની માતાના બ્રાઇડલ લુકને રિક્રિએટ કર્યો હતો.
દુલ્હન તરીકે રાધિકા એક અપ્સરાથી ઓછી દેખાતી ન હતી. લોકો તેના દરેક લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે તે તેના વેડિંગ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેવી જ રીતે, તે વિદાયના આઉટફિટમાં પણ ખૂબ જ સુંદર જોવા મળી હતી.