આમચી મુંબઈમનોરંજનમહારાષ્ટ્ર

ગણેશોત્સવમાં Radhika Merchantએ Shloka Mehta સાથે કર્યું કંઈક એવું કે…

દેશ જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પણ મુંબઈ ખાતે આવેલા એન્ટિલિયા ખાતે ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરી હતી. દર વખત કરતાં એન્ટિલિયા ખાતેનો આ ગણેશોત્સવ થોડો અલગ અને રૌનકવાળો એટલે પણ હતો કારણ કે આ વખતે પરિવારમાં નવી નવી આવેલી વહુ રાધિકા મર્ચન્ટનો આ પહેલો જ ગણેશોત્સવ હતો.

આ પણ વાંચો : કંઈક આ રીતે Mukesh Ambani-Nita Ambaniએ કર્યું બાપ્પાનું સ્વાગત, વીડિયો થયો વાઈરલ…

આ જ ગણેશોત્સવ દરમિયાન અંબાણી પરિવારની મોટી વહુરાણી અને અત્યાર સુધી દરેક ઈવેન્ટમાં પોતાની સાદગી અને ફેશનસેન્સથી લાઈમલાઈટ ચોરી લેતી શ્લોકા મહેતાની ચમક સાવ ઝાંખી પડી ગઈ હતી, એટલું જ નહીં પણ રાધિકાએ પોતાની ગજબની ફેશન સેન્સથી શ્લોકા મહેતાને કાંટે કી ટક્કર આપી હતી.

અંબાણી પરિવારની આ ઉજવણીમાં અંબાણી પરિવારની બંને વહુઓ શ્લોકા અને રાધિકાના લૂકની સાથે સાથે નીતા અંબાણીનો લૂક પણ છવાઈ ગયો હતો. આ સેલિબ્રેશનના શ્લોકા અને રાધિકાના બે લૂક સામે આવી રહ્યા છે અને બંને લૂકમાં રાધિકાની સામે શ્લોકા એકદમ ઝાંખી પડી ગઈ હતી. રાધિકાનો રોયલ લૂક સામે શ્લોકાના સિમ્પલ લૂક એકદમ ડીમ લાગ્યા હતા.

શ્લોકાની વાત કરીએ તો એન્ટિલિયા ચા રાજાના સ્વાગત સમયે તેણે ગોલ્ડન કલરના શરાર સાથે કુર્તામાં જોવા મળી હતી. જેના પર ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું હતું પોતાના આ લૂકને કમ્પલિટ કરવા માટે તેણે ઈયર રિંગ્સ અને હાથમાં ડાયમંડના કડા પહેર્યા હતા. ખુલ્લા વાળ અને નો મેકઅપ લૂકમાં શ્લોકા એકદમ સિમ્પલ લાગી રહી હતી. જ્યારે રાધિકાએ પિંક કલરનો વાઈબ્રન્ટ કુર્તો અને શરારા સેટ પહેર્યો હતો, જેના પર ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું હતું. આ સાથે તેણે કુંદનનો જડાઉ હાર, ઈયરરિંગ્સ અને કડા પહેર્યા હતા, જેણે તેના લૂકને રોયલ બનાવ્યો હતો.

આ પણ વાંચો : લાલ કલરના પટોળા અને ખાસ બ્લાઉઝ પહેરીને Nita Ambaniએ પડ્યો વટ્ટ…

વાત કરીએ બીજા લૂકની તો એમાં પણ પીળા રંગની સિલ્કની સાડીમાં શ્લોકા એકદમ સિમ્પલ લાગી રહી હતી જેની સામે રાધિકાએ કલરફૂલ સાડી પહેરી હતી અને આ સાડી પર રાધિકાએ પહેરેલી જ્વેલરીએ તેને રોયલ લૂક આપવાનું કામ કર્યું હતું.
ટૂંકમાં બંને પ્રસંગમાં દેરાણી રાધિકા મર્ચન્ટે જેઠાણી શ્લોકા મહેતાની રોનક અને દબદબો ઝાંખો પાડી દીધો હતો, એવું કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button