આમચી મુંબઈમહારાષ્ટ્ર

મઝા આલીઃ પુણેવાસીઓને એકસાથે મળી બે વંદે ભારત ટ્રેનની ભેટ

મહારાષ્ટ્રમાં પુણે-હુબલી, પુણે-કોલ્હાપુર સહિત નાગપુર સિકંદરાબાદ ટ્રેનનો શુભારંભ

મુંબઈ: દેશના મહાનગરોને સેમી હાઈ સ્પીડ ટ્રેનથી જોડવાની યોજના અન્વયે ભારતીય રેલવેએ વંદે ભારત ટ્રેન લોન્ચ કર્યા પછી અત્યાર સુધીમાં 100થી વધુ ટ્રેન દોડાવ્યા પછી આધુનિક વર્ઝનમાં વંદે મેટ્રો ટ્રેન સાથે વંદે ભારત ટ્રેન શરુ કરવામાં આવી છે, જે યોજના અંતર્ગત મહારાષ્ટ્રમાં આજે એકસાથે ત્રણ વંદે મેટ્રો ટ્રેનની ભેટ મળી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મહારાષ્ટ્રને વધુ ત્રણ વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. તેમણે અમદાવાદથી વીડિયો લિંક દ્વારા રાજ્યને ત્રણ વંદે ભારત ટ્રેન સર્વિસને લીલી ઝંડી દેખાડી હતી. આ ત્રણ નવી ટ્રેનમાં નાગપુર-સિકંદરાબાદ, કોલ્હાપુર-પુણે અને પુણે-હુબલીનો સમાવેશ થાય છે.

હાલમાં મહારાષ્ટ્રના પશ્ચિમ અને મધ્ય રેલવેમાં વિવિધ રૂટ પર આઠ ટ્રેન દોડે છે જેમાં મુંબઈ-અમદાવાદ અને મુંબઈ-ગાંધીનગર વંદે ભારત ટ્રેન પશ્ચિમ રેલવેમાં તથા મુંબઈ-મડગાંવ, મુંબઈ-સોલાપુર, મુંબઈ-સાઇનગર શિરડી, મુંબઈ-જાલના, નાગપુર-રાયપુર અને નાગપુર-બિલાસ પુર મધ્ય રેલવેમાં દોડે છે.

આપણ વાંચો: Vande Bharat Express: પીએમ મોદીએ ઝારખંડથી છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, કુલ સંખ્યા 60 થઈ

મધ્ય રેલવેના ચીફ પીઆરઓ સ્વપ્નિલ નિલાએ જણાવ્યું હતું કે ત્રણ નવી વંદે ભારત સેમી-હાઇ સ્પીડ ટ્રેનના ૨.૦ વર્ઝનથી અપગ્રેડેડ છે. પ્રવાસીઓની સુરક્ષા માટે આ નવી ટ્રેનોમાં ૨૧ ફેરફાર કરવામાં આવ્યા છે. આઠ કોચની પુણે-કોલ્હાપુર અને પુણે-હુબલી ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ, જ્યારે વીસ કોચની નાગપુર-સિકંદરાબાદ ટ્રેન અઠવાડિયાના છ દિવસ દોડશે.

પુણે-હુબલી ટ્રેન સોમવારે પુણેથી સાંજે ૪.૧૫ કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે ૧૧.૪૦ કલાકે હુબલી પહોંચશે, જ્યારે નાગપુર-સિકંદરાબાદ ટ્રેન સાંજે ૪.૧૫ કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે ૧૧.૨૫ કલાકે સિકંદરાબાદ પહોંચશે.

કોલ્હાપુર-પુણે વંદે ભારત ૧૯મી સપ્ટેમ્બરથી ગુરુવાર, શનિવાર અને સોમવારે દોડશે. કોલ્હાપુરથી સવારે ૮.૧૫ કલાકે ઉપડશે અને બપોરે ૧.૩૦ કલાકે પુણે પહોંચશે.

પુણે-કોલ્હાપુર વંદે ભારત ૧૮મી સપ્ટેમ્બરથી બુધવાર, શુક્રવાર અને રવિવારે દોડશે. પુણેથી બપોરે ૨.૧૫ કલાકે ટ્રેન ઉપડશે અને તે જ દિવસે સાંજે ૭.૪૦ કલાકે કોલ્હાપુર પહોંચશે, એમ મધ્ય રેલવે દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…