ભિવંડીમાં મિલકત વિવાદમાં ગોળીબાર: યુવક જખમી

થાણે: મિલકત વિવાદમાં સગાએ કરેલા ગોળીબારમાં યુવક ગંભીર રીતે ઘવાયો હોવાની ઘટના ભિવંડીમાં બની હતી.
પડઘા પોલીસના જણાવ્યા મુજબ ઘટના ભિવંડીના લોણાદ ગામમાં મંગળવારની સાંજે બની હતી.
વિકી દળવી બાઈક પર હૉસ્પિટલ જઈ રહ્યો હતો ત્યારે તેના સગાએ બે સાથીની મદદથી તેને રસ્તામાં આંતર્યો હતો. દળવી પર રિવોલ્વરમાંથી પૉઈન્ટ બ્લૅન્ક રેન્જથી ગોળીબાર કરવામાં આવ્યો હતો.
આપણ વાચો: બીલીમોરામાં બિશ્નોઈ ગેંગ અને એસએમસીની ટીમ વચ્ચે ગોળીબાર; એક આરોપી ઘાયલ-ચાર ઝડપાયા…
ગોળીબાર બાદ આરોપી ફરાર થઈ ગયા હતા, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા દળવીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે દળવી અને તેના સગા વચ્ચે જમીનને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને પગલે જ હુમલો કરાયો હોવાનું પોલીસનું માનવું છે.
આ પ્રકરણે પડઘા પોલીસે બુધવારે ત્રણ શખસ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની હત્યાના પ્રયાસની કલમ અને આર્મ્સ ઍક્ટ હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. પોલીસ ફરાર આરોપીઓની શોધ ચલાવી રહી છે. (પીટીઆઈ)



