આમચી મુંબઈ

વેનેઝુએલાના રાષ્ટ્રપતિના અપહરણ મુદ્દે પૃથ્વીરાજ ચવ્હાણનું વિવાદાસ્પદ નિવેદન: PM મોદી અંગે કર્યો સવાલ

મુંબઈ: અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું અપહરણ કરીને હવે એના પર કેસ ચલાવી રહ્યા છે, ત્યારે દુનિયાભરના નેતાઓની પ્રતિક્રિયાઓ મળી છે. ભારત સરકારે નિવેદન આપ્યું છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી ફિડબેક મળ્યો છે. આ મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરના આકરા પ્રહારનો બાદ કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે ચોંકાવનારું નિવેદન કર્યું છે.

મલ્લિકાર્જુન ખડગેનો આરોપ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને મહત્વપૂર્ણ બાબતો પર તેમની શરતો સ્વીકારવા દબાણ કરી રહ્યા છે. વેનેઝુએલામાં યુએસની લશ્કરી કાર્યવાહીમાં નિકોલસ માદુરોની ધરપકડમાં આવી તેનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ નેતાએ એક પ્રશ્ન પૂછ્યો જેને સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ વાહિયાત ગણાવી મજાક ઉડાડી. શું ભારતમાં વેનેઝુએલા જેવું કંઈક થશે? શું ટ્રમ્પ આપણા વડા પ્રધાનનું અપહરણ કરશે?

આ પણ વાંચો : પૃથ્વીરાજ ચવ્હાણ આક્રમક: સરકાર એપ્સટેઈન સાથે વડા પ્રધાનના સંબંધોનો ખુલાસો કરે એવી માગણી

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી એસપી વૈદે કોંગ્રેસ નેતા ચવ્હાણના નિવેદનની આકરી ટીકા કરી અને તેને “સમગ્ર રાષ્ટ્ર માટે શરમજનક” ગણાવ્યું. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ચવ્હાણની ટિપ્પણીઓને “બ્રેઈન ડેડ”, “અભણ”, “મૂર્ખ” વગેરે ગણાવી અને ભારત જેવા પરમાણુ સશસ્ત્ર દેશના સંદર્ભમાં આવી વાતને વાહિયાત ગણાવી.

ચવ્હાણે તેમના લાંબા રાજકીય કાર્યકાળ દરમ્યાન મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને કેન્દ્રીય પ્રધાન તરીકે સેવા આપી છે. તેમણે ખડગેએ જ્યાંથી પોતાની વાત છોડી હતી ત્યાંથી જ વાત ચાલુ કરી, અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફ અંગે વડા પ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો : ફરી મરાઠી માણસ વડા પ્રધાન બને એવી શક્યતા: પૃથ્વીરાજ ચવ્હાણનો ચોંકાવનારો દાવો

ચવ્હાણે કહ્યું કે 50 ટકા ટેરિફ સાથે વેપાર બિલકુલ શક્ય નથી. હકીકતમાં, આ ભારત-અમેરિકા વેપાર, ખાસ કરીને ભારતથી અમેરિકામાં થતી નિકાસને રોકવા સમાન છે. સીધા પ્રતિબંધો લાદી શકાતા નથી, તેથી વેપારને પ્રતિબંધિત કરવા માટે ટેરિફનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતને તેના પરિણામો ભોગવવા પડશે. આપણા લોકોને હવે યુનાઇટેડ સ્ટેટ્સમાં નિકાસમાંથી મળતો નફો નહીં મળે. આપણે વૈકલ્પિક બજારો શોધવા પડશે, અને આ દિશામાં પહેલાથી જ પ્રયાસો થઈ રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button