આમચી મુંબઈમહારાષ્ટ્ર

Navi Mumbai, Thane વિસ્તારમાં પ્રિ-મોન્સૂન વરસાદની હાજરી

મુંબઈઃ નવી મુંબઈના ખારઘર, કામોઠે વિસ્તારમાં સોમવારે વરસાદ પડ્યો હતો. થાણેમાં પણ બપોરે ૧૨.૩૦ વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો. આ સાથે પશ્ચિમી ઉપનગરોના પવઈ, સાંતાક્રુઝ, બોરીવલી વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. દરમિયાન, હવામાન વિભાગે સોમવારથી રાજ્યના કેટલાક ભાગોમાં પ્રિ-મોન્સુન વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
અરબી સમુદ્રમાં મોસમી પવનોની શરૂઆત થઇ છે. થોડા દિવસોમાં રાજ્યમાં ચોમાસાના પવનો પ્રવેશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈની સાથોસાથ ઉપનગરોમાં પણ ગરમીના કારણે મુંબઈગરાઓ પરેશાન થઈ ગયા છે. મુંબઈના તાપમાનમાં ઘટાડો થયો હોવા છતાં ભેજનું પ્રમાણ વધુ છે. તેથી ગરમી રહે છે.

આ પણ વાંચો:Ambalal Patelએ ગુજરાતના હવામાનને લઈને આ કેવી આગાહી કરી…

દરમિયાન, હવામાન વિભાગે આગાહી કરી છે કે મુંબઈમાં શુષ્ક હવામાન રહેશે અને આ સમયગાળા દરમિયાન તાપમાન ૩૩ થી ૩૫ ડિગ્રીની વચ્ચે રહેશે. થાણે, પાલઘર વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે જેના કારણે નાગરિકોને હીટવેવનો સામનો કરવો પડશે.

આ સાથે રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન, હવામાન વિભાગે સતારા, કોલ્હાપુર, અહેમદનગર, બીડ અને જાલના વિસ્તારોમાં તોફાની પવન સાથે પ્રી-મોન્સુન વરસાદની ચેતવણી આપી છે. દરમિયાન, ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button