આમચી મુંબઈસ્પોર્ટસ

Cooch Behar Trophy: કર્ણાટકના આ યુવા ખેલાડીએ ઈતિહાસ રચ્યો, મુંબઈ સામે 400 રનની ઇનિંગ રમી

શિવમોગા: કર્ણાટકના યુવા ખેલાડી પ્રખર ચતુર્વેદીએ કૂચ બિહાર ટ્રોફીની ફાઈનલ દરમિયાન પોતાનું નામ ઈતિહાસમાં નોંધાવ્યું છે. શિવમોગાના નવુલે સ્ટેડિયમ ખાતે કર્ણાટક માટે 1લી ઇનિંગની શરૂઆત કરતા ઓપનર પ્રખર ચતુર્વેદીએ ટીમને મુંબઈ સામે 890 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડી હતી. અંડર-19 ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રખર ચતુર્વેદી 404ના સ્કોર પર 1લી ઇનિંગ્સમાં અણનમ રહ્યો હતો.

કર્ણાટક માટે રમતા પ્રખર ચતુર્વેદીએ ઓપનર કાર્તિક એસ યુ સાથે પ્રથમ વિકેટ માટે 109 રન જોડ્યા હતા. નંબર 3 પર આવેલા બેટ્સમેન હર્ષિલ ધર્માણી સાથે મળીને પ્રખરે 1લી ઈનિંગમાં મુંબઈ સામે જંગી ટોટલનો પાયો નાખ્યો. હર્ષિલ ધર્માણીએ 228 બોલમાં 169 રન બનાવ્યા હતા, જ્યારે પ્રખર ચતુર્વેદીએ 638 બોલમાં 404 રનની મેરેથોન ઇનિંગ રમીને ઈતિહાસ રચી દીધો હતો.


પ્રખરે હર્ષિલ સાથે 411 બોલમાં 290 રનની શાનદાર પાર્ટનરશીપ કરી હતી. ત્યાર બાદ પ્રખરે ફાઇનલમાં કાર્તિકેય કેપી સાથે 152 રનની ભાગીદારી કરી હતી જેમાં તેણે 70 રન ઉમેર્યા હતા. તેણે રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડ સાથે 41 રણ જોડ્યા હતા .


પ્રખર ચતુર્વેદી કૂચ બિહાર ટ્રોફીની ફાઇનલમાં 400 રન બનાવનાર પ્રથમ ખેલાડી છે. પ્રખરે મુંબઈના બોલરોને હંફાવ્યા હતા, તેણે તેની ઇનિંગમાં 46 ચોગ્ગા ફટકાર્યા હતા. કર્ણાટકની ટીમે મુંબઈ સામે U-19 ટુર્નામેન્ટની ફાઇનલમાં 223 ઓવર રમી હતી.


આ સાથે પ્રખરે યુવરાજ સિંહનો 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. અગાઉ આ ટ્રોફીમાં સર્વશ્રેષ્ઠ સ્કોર યુવરાજનો 358 રનનો હતો.


કર્ણાટકે 223 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 890 નો સ્કોર ખડકયો હતો. મુંબઈ માટે પ્રેમ દેવકરે 30 ઓવરમાં 136 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આકાશ પવારે એક, મનન ભટ્ટે બે, અને નૂતને બે વિકેટ ઝડપી હતી.
આયુષ મ્હાત્રેની 145 રનની ઇનિંગના આધારે મુંબઈએ 113 ઓવરમાં તેના પ્રથમ ઇનિંગમાં 380 રન બનાવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…