એનસીપીના નેતા પ્રફુલ પટેલે ઈશારા ઈશારામાં આ શું કહ્યું, ચૂંટણીમાં પૈસાની જરુરિયાત પણ…

મુંબઈ/ગોંદિયાઃ બિહાર વિધાનસભાની ચૂંટણી પછી એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)નો દબદબો વધી રહ્યો છે, ત્યારે હવે મહારાષ્ટ્રમાં નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે.
મુંબઈ પાલિકાની ચૂંટણીને લઈ તમામ પક્ષોએ તૈયારી કરી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે એનડીએમાં મતભેદો વધી રહ્યા હોવાની અટકળો છે. મહારાષ્ટ્રમાં એનડીએના સાથીપક્ષ એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના સાંસદ પ્રફુલ પટેલે કહ્યું કે પૈસાના જોરે જ ચૂંટણીમાં જીતવા અંગે મહત્ત્વનું નિવેદન આપતા વિવાદ થઈ શકે.
આપણ વાચો: બિહાર વિધાનસભાની ચૂંટણીની મતગણતરીને લઈને ચૂંટણી પંચ સજ્જ: જાણો કેવી કરી છે તૈયારી
પ્રફુલ પટેલે કહ્યું હતું કે ચૂંટણીમાં અમે અનેક દબંગ નેતાઓને જીતાડવાની મદદ કરી છે. ચૂંટણીમાં પૈસાની જરુરિયાત છે, પરંતુ જો કોઈ એમ વિચારતું હોય કે પૈસાથી જીતી શકાય છે પણ એવું ક્યારેય વિચારી શકાય નહીં. આ બાબતને લઈ નિષ્ણાતો અનેક પ્રકારના તર્ક-વિતર્ક કરી રહ્યા છે.
આગામી નગર પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અજિત પવારના જૂથના સિનિયર નેતાએ અમુક પક્ષો પર સીધું નિશાન સાધ્યું હતું. જોકે, તેમણે કોઈ પણ પક્ષનું નામ લીધું નહોતું પણ તેમણે ઈશરા ઈશારામાં એક વાત સ્પષ્ટ કરી કે આપણે એવું ક્યારેય પણ માનવું જોઈએ નહીં કે કોઈ દબંગ છે તો જીત પાક્કી છે.
આપણ વાચો: બિહારમાં ક્યારે યોજાશે વિધાનસભાની ચૂંટણીઃ ઈલેક્શન કમિશનરે ચિત્ર ક્લિયર કરી નાખ્યું…
અમે અનેક દબંગ નેતાઓને જીતાડ્યા છે અને અમને એ વાતની પણ ખબર છે કે માત્ર પૈસા હોવાથી પણ જીત થાય એવું પણ ક્યારેય માનતા નહીં. પૈસા તો ફક્ત એક માધ્યમ છે. ચૂંટણીમાં પૈસાની જરુરિયાત હોય છે. હા, પરંતુ જો પૈસાના દમ પર ચૂંટણી જીતી શકાય છે પણ એવું ક્યારેય હોતું નથી.
જેટલો ખર્ચ કરવાના છો તો એટલો તો થશે, પરંતુ વિજય ફક્ત પૈસાના આધારે થતો નથી. લોકો પૈસા લઈને પણ અન્યને મત આપી શકે છે. વાસ્તવમાં એ લોકો એને જ મત આપશે, જેને હકીકતમાં સમર્થન કરે છે. હવે આ વાતને લઈને પણ રાજકીય નિષ્ણાતોએ અનેક પ્રકારના તર્ક-વિતર્ક લગા



